દેવગઢ બારિયા, ભારત બંધના પગલે દાહોદ જિલ્લામાં બીટીએસ દ્વારા હાઈવે પર ટાયરો સળગાવી હાઇવે જામ કરવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે તેઓને અટકાવ્યા હતા અને કેટલાક કાર્યકરોની અટક કરવામાં આવી હતી. સમગ્ર દાહોદ જિલ્લામાં દિવસ દરમિયાન બીજા કોઈ વિરોધ પ્રદર્શન કે બંધ જાેવા મળતા બંધનો ફિયાસ્કો થયો હોવાનું જાેવા મળ્યું હતું. દાહોદના બજારમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા બજારમાં વેપારીઓને ફૂલ આપી બજાર બંધ કરવાની વાત કરતા પોલીસે આવી તેઓને અટકાવ્યા હતા અને કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દિવસ દરમિયાન કોઈ પણ વિરોધ જાેવા મળ્યો ન હતો.તાલુકા મથક સહિત દાહોદ શહેરના બજારો રાબેતા મુજબ ખુલ્લા જાેવા મળ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.  

મહીસાગર જિલ્લામાં ભારત બંધનો ફિયાસ્કોઃબજાર ચાલુ

લુણાવાડા, મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર વીરપુર બાલાસિનોર કડાણા ખાનપુર જેવા તાલુકામાં આવેલ એપીએમસી તથા ત્યાંના શહેરની માર્કેટ વિસ્તારની દુકાનો ભારત બંધના એલાનમાં પણ ચાલુ જાેવા મળી હતી.મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કોંગ્રેસ દ્વારા બંધના એલાન ના દિવસે સવારથી જ કોંગ્રેસના આશરે ૩૦થી ૩૫ જેટલા કાર્યકર્તાઓ ની અટકાયત કરી મહિસાગર જિલ્લામાં બંધના એલાન ના અનુસંધાને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.