હાલોલ

મંગળવારે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે, હાલોલ તાલુકા તેમજ શહેર યુવા મોરચા દ્વારા હાલોલ શહેરમાં આવેલ ભાજપા કાર્યાલયથી ૧૦૦ ઉપરાંત મોટરસાયકલ ચાલકો સાથે વિશાળ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં હાલોલ તાલુકા તેમજ શહેરના યુવા મોરચાના હોદ્દેદારો, સભ્યો ને કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાયા હતા. મોટર સાયકલ રેલી કંજરી રોડ સ્થિત ભાજપા કાર્યાલયેથી નિકળી, શહેરના રાજમાર્ગો પર ફરીને વડોદરા રોડ પર આવેલ શહેરના બગીચામાં, જ્યાં શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા આવેલ છે, ત્યાં પહોંચી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, ભારે સૂત્રોચ્ચાર સાથે રેલીનું સમાપન કરવામાં આવેલ હતું.

૧૨ જાન્યુઆરીના દિવસે આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર તરીકે સંગઠીત રાખનાર સામાજીક કાર્યો સાથે જાેતરાયેલ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે, હાલોલ તાલુકા તેમજ શહેરના યુવા મોરચા દ્વારા, શહેરના કંજરી રોડ પર આવેલ ભાજપા કાર્યાલય ખાતેથી વિશાળ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું,

વિવેકાનંદ જયંતીના પ્રસંગે શહેર ભાજપા યુવા મોરચાના હોદ્દેદારો, સદસ્યોને કાર્યકરો સહિત ૧૦૦ ઉપરાંત મોટરસાયકલ ચાલકો ઉત્સાહપૂર્વક જાેડાયા હતા. રેલી ને શહેરના રાજમાર્ગો પર ફેરવી શહેરના વડોદરા રોડ પર બગીચામાં, જ્યાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા આવેલ છે,ત્યાં ભારે સૂત્રોચ્ચાર સાથે પુષ્પાંજલી અર્પણ કરી રેલીનું સમાપન કરવામાં આવેલ હતું. જ્યારે આ કાર્યક્રમ થકી સ્વામી વિવેકાનંદજીને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવેલ હતું.