વડોદરા, તા. ૧૧

વડોદરા શહેરને કલા, શિક્ષણ અન સંસ્કૃતિના ક્ષેત્રે રાષ્ટ્રના નક્શા ઉપર મહત્વપૂર્ણ સ્થાન અપાવનાર શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની ૧૫૯મી જન્મજંયતિ નિમિત્તે રાજવી પરિવાર , મેયર , મ્યુનિ.કમિશનર સહિતના લોકો દ્વારા પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી. તેમજ કિર્તિ મંદિર ખાતે રાજવી પરીવાર દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

સ્વ. શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરને ખાસ ઓળખ આપવામાં આવી છે. શહેરની વિવિધ ધરોહરો તેમની જ દેન છે ત્યારે તેમની ૧૫૯મી જન્મજંયતિ નિમિત્તે વર્તમાન રાજા સમરજીત સિંહ ગાયકવાડ . રાજમાતા શુંભાગીની દેવી અને મહારાણી રાધીકા રાજે દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરીને તેમને યાદ કરવામાં આવ્યા હતા. તે સિવાય કિર્તિ મંંંદિર ખાતે સંગીતનો કાર્યક્રમ યોજીને મહારાજાને યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

પાલીકા દ્વારા કાલાધોડા સર્કલ ખાતે આવેલ શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર ,મ્યુનિસપલ કમિશનર , વિવિધ પક્ષોના નેતાઓ સહિતના લોકોએ તેમને પુષ્પ અર્પણ કરીને તેમને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

સયાજી હોસ્પિટલમાં સયાજીરાવ મહારાજની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

પ્રજા વાત્સલ્ય એવા શહેરના મહારાજા સયાજીરાવ ગાયકવાડની આજે ૧૫૯મી જન્મજયંતી છે. ગાયકવાડ સ્ટેટના રાજવી દીર્ઘદૃષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ, આરોગ્ય, વ્યાયામને અગ્રીમતા આપી વડોદરા નગરીને ઉચ્ચસ્તરીય શિક્ષણ માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ઉચ્ચતમ આરોગ્ય સેવા મળી રહે તે માટે સયાજી રૂગ્ણાલય (હોસ્પિટલ), શરીર તંદુરસ્ત રહે તે માટે વ્યાયામ શાળા, તદ્‌ઉપરાંત ઐતિહાસિક સયાજીબાગ, આજવા સરોવર વડોદરા નગરીને ભેટ આપી છે. આજે આ મહાન કોટિના મહારાજા સયાજીરાવ ગાયકવાડની તા.૧૧મી માર્ચના રોજ ૧૫૯મી જન્મજયંતી નિમિત્તે આરોગ્યધામ એવા સયાજી હોસ્પિટલમાં સ્થાપિત મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સયાજી હોસ્પિટલના તબીબ અધિક્ષક ડો. રંજન ઐયર સહિત અન્ય તબીબ અધિકારીઓ, નર્સ્િંાગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ સહિતે ઉપસ્થિત રહી મહાન વિભૂતિને સલામી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સેનેટરી વિભાગના સુપરવાઈઝર જશુભાઈ તડવી સહિતના સ્ટાફનું યોગદાન રહ્યું હતું. આ પ્રસંગે અધિક્ષક ડો. ઐયરે મહારાજા ગાયકવાડની દીર્ઘદૃષ્ટિની યાદ તાજી કરાવી હતી તેમની કાર્યશૈલીને બિરદાવી હતી.

એમ.એસ. યુનિવર્સિટી ખાતે મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા આપવામાં આવેલ અદભૂત ભેટમાંની એક ભેટ એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વ વિદ્યાલય. આ વિશ્વવિદ્યાલયમાં દેશ – વિદેશથી લોકો અભ્યાસ અર્થે આવી રહ્યા છે. તે સિવાય આ વિશ્વ વિદ્યાલયની મુખ્ય ઓળખ તેનું બાંધકામ છે. આજે મહારાજાની જન્મજંયતિ હોવાથી વિશ્વ વિદ્યાલયમાં આવેલ મહારાજાની પ્રતિમાને રાજમાતા , મ્યુ. કમિશનર , કોેલેજના વિસી તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી.