અરવલ્લી,તા.૮ 

યાત્રાધામ શામળાજી ખાતે ક્રુષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શામળીયાના દર્શન માટે ખુલ્લું રહેશે. ઉત્સવ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવા માં આવ્યું છે જન્માષ્ટમીના દિવસે ભકતોને દર્શન માટે સરકારી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવાનું  મંદિર ટ્રસ્ટના ચેરમેન મહેશભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટીઓ અનિલભાઈ પટેલ, રણવીરસિંહ ડાભી,જગદીશ ભાઈ ગાંધી, હર્ષદભાઈ, વનરાવનભાઈ દોશી, મેનેજર કનુભાઈ પટેલની સયુંકત ટીમ દ્વારા નક્કી કરાયું છે. દરેક ભક્તોનું થર્મલ સ્ક્રીનીંગ અને સેનેટાઇઝ કરી માસ્ક સહિત સોસીયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપાશે. તમામ ભક્તો માં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. દર વર્ષે ભગવાન શામળિયાના જન્મોત્સવ નિમિત્તે કાઢવામા આવતી શોભાયાત્રા, મટકીફોડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. ભગવાનના જન્મ સમયે પણ ફક્ત સેવકગણ અને મંદિરના પૂજારી સિવાય કોઈને પણ પ્રવેશ અપાશે નહીં. આરતી સમયે કોઈ પણ ભક્તોને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.