આપણે ઘણી વાર સરસિયાના તેલના ફાયદાઓ વિશે સાંભળીએ છીએ. તે ત્વચાને કુદરતી રીતે સાફ કરવામાં તેમજ દાંતને સફેદ કરવા માટે મદદ કરે છે. સરસિયાના તેલનો ઉપયોગ કરીને આકર્ષક દેખાવ પણ મળી શકે છે. અહીં જાણો સરસિયાના તેલથી થતા ફાયદાઓ વિશે.

તે પ્રકૃતિક ક્લીન્ઝર તરીકે સારી રીતે કામ કરે છે. તેનો ઉપયોગ મેકઅપ દૂર કરવા માટે પણ થઈ શકે છે. તે કુદરતી રીતે મિનિટોમાં ત્વચાને સાફ કરે છે. 

સરસિયાના તેલમાં થોડું મીઠું અને લીંબુના રસના થોડા ટીપાનાખીને તમારા દાંત પર ઘસો. તે દાંતને મજબૂત અને ચમકદાર બનાવે છે.

વાળ પર હાનિકારક કેમિકલ યુક્ત કંડિશનર લગાવવાને બદલે સરસિયાનું તેલ લગાવો. તે કુદરતી રીતે વાળને કંડિશનર અને મુલાયમ બનાવે છે. વાળની કર્લ અથવા સર્પાકાર બનાવતી વખતે વાળને નુકસાન થાય છે. તેથી સરસિયાના તેલથી માથાની મસાજ કરો. તે વાળને પૂરતા પોષક તત્વો પૂરા પાડે છે સાથે જ વાળને ગુંચવા અને ખરતા અટકાવે છે. ખીલ, ફોલ્લીઓ પર સરસિયાના તેલના થોડા ટીંપા રોજ 10-15 મિનિટ માટે લગાવો. તે ત્વચામાં સ્વસ્થ રાખવા સાથે ગ્લો પણ લાવે છે. 

સરસિયાના તેલથી દરરોજ ચહેરાની માલિશ કરવાથી સન ટેન, કરચલીઓ અને કાળા ધબાથી છુટકારો મળે છે. થોડા ચણાના લોટમાં એક ચમચી દહીં, થોડા ટીપાં લીંબુ અને થોડા ટીપાં સરસિયાના તેલ મિક્સ કરો અને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર ચહેરા અને ગળા પર લગાવો. 10-15 મિનિટ પછી તેને ધોઈ લો.