વડોદરા : શહેરના સમા વિસ્તારમાં આજે એક દુઃખદાયક ઘટના બની હતી. વિચિત્ર રીતે થયેલા અકસ્માતમાં માર્બલ ફિટિંગનું કામકાજ કરતા એક સલાટ યુવકનું મોત નીપજ્યું હતું. રાજસ્થાનથી ટ્રક ભરીને લાવેલા જાેધપુરી માર્બલના પથ્થરો ઉતારવા જતાં ભારેખમ માર્બલના પાટિયા અશોક રામનારાયણ જિનગર નામના ર૯ વર્ષીય યુવક ઉપર પડતાં ઊભા ઊભા જ તેનું મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ એના મૃતદેહને ટ્રકમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આવ્યો હતો.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અભિલાષા ચાર રસ્તા પાસે ટ્રકમાં માર્બલ પડવાથી દબાઇ જતાં મજૂરનું મોત થયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોએ આ અંગે પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

શહેરના સમા વિસ્તારમાં આવેલા અભિલાષા ચાર રસ્તા પાસે ગાયત્રીપાર્ક સોસાયટીના મકાન નં-૧માં હાલ રિનોવેશનનું કામ ચાલે છે. જેથી મકાનમાલિકે ટ્રકમાં માર્બલ મંગાવ્યા હતા. અભિલાષા ચાર રસ્તા પાસે પહોંચી બમ્પ આવાં ટ્રકમાં બેઠેલા મજૂર પર માર્બલ પડતાં તે દબાઇ ગયો હતો, જેથી તુરંત આસપાસના લોકોએ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ માર્બલ નીચે દબાયેલા મજૂરને બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્થળ પર પહોંચેલી સમા પોલીસે મજૂરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી સ્થાનિક લોકોએ બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

મજૂર મૂળ રાજસ્થાનનો વતની હતો અને હાલ વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને સ્થાનિક લોકોએ બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યવાહીની માગ કરી હતી. ફાયર બ્રિગેડના સૂત્રો અનુસાર અમને કોલ મળતાં જ ટીપી-૧૩ ફાયર સ્ટેશનથી અમારી ટીમ પહોંચી અને મજૂરને બહાર કાઢ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મૃતક અશોક રામનારાયણ જિનગર પોતાના પરિવાર સાથે ખટંબા નજીક આવેલ શંકરપુરા ગામની ગોકુલેશ સીટીમાં રહેતો હતો. એના પિતા રામનારાયણ પણ પોતે માર્બલ ફિટિંગનું જ કામ કરતા હતા. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યારે સગાંસંબંધીઓ, મિત્રોમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી અને બેદરકારી દાખવનાર ઈજારદાર પ્રત્યે રોષની લાગણી ફેલાઈ હતી.