વડોદરા _

દેશભરમાં માદકપદાર્થો અને ડ્રગ્સના મામલાએ ચકચાર જગાવી મુકી છે ત્યારે શહેર પોલીસના એસઓજી બ્રાન્ચે આજે પાણીગેટના બાવામાનપુરા વિસ્તારમાં એક માથાભારે ઈસમને ચરસના જથ્થા સાથે  ઝડપી પાડયો છે. 

 નૂરાની મસ્જિદ સામેની ગલીમાં રહેતો ફૈજલખાન નામનો ઈસમ કે જે અગાઉ રાયોટિંગ, મારામારી, પ્રોહિબિશનના ગુનામાં તેમજ હથિયાર રાખવાના ગુના હેઠળ અગાઉ ઝડપાઈ ચૂકયો છે. આ માથાભારે યુવાનોને બરબાદીના પંથે ધકેલતા માદકપદાર્થોનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી એસઓજીને મળી હતી.

જેના આધારે દરોડો પાડતાં એસઓજીએ દરોડો પાડતાં ફૈજલખાન પઠાણને પપ ગ્રામ ચરસ જેની કિંમત રૂા.૧૧ હજાર ઉપરાંત થાય છે અને કુલ વેચાણના રૂપિયા ૯૫૦ સહિત કુલ ૧૧,૯૫૦ના મુદ્‌ામાલ સાથે ઝડપી પાડયો હતો.

ફૈજલખાન પઠાણની પૂછપરછ કરતાં ચરસનો આ જથ્થો અમદાવાદના શાહઆલમ દરગાહની સામે બેસતા કાલુ મહારાજ નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતાં એને ફરાર જાહેર કર્યો હતો.