પાદરા : પાદરા ના ઘાયજ ગામે ૧૦ યુવાનો ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા રાત્રે દારૂ અને ચિકન ની પાર્ટી કરી રહેલ હતા જેમાં કોણ ભાઈ દાદા, અને ડોન કોણ ? ની ચડશા ચડશી થતા ઉગ્ર ઝગડો થવા પામ્યો હતો. જેમાં એક યુવકે બરફ તોડવાના હાથા ના સુયા વડે તીક્ષ્ણ હથિયાર સામે વાળા યુવકને મારી દેતા યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. પોલીસે તમામ ૯ યુવકોની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી તેમજ ધનિષ્ઠ તપાસ શરૂ કરી છે. 

પાદરાના ઘાયજ ગામે ૩૧ ડિસેમ્બર ની રાત્રે ઉજવણી કરવા વડોદરાના જુદા જુદા વિસ્તાર ૮ યુવાનો અને પાદરાના ઘાયજ ગામના ૨ મળી કુલ ૧૦ યુવાનો ઘાયજ ગામે આવેલા ખેતરમાં બંધ તબેલો માં ચિકન અને દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું અને પાર્ટી ની શરૂઆત કરી હતી.

વડોદરા પાદરાના ઘાયજ ગામે ૩૧ ડિસેમ્બર ની રાત્રે વડોદરાના ગોરવા, નવાપુરા સહિત અન્ય વિસ્તારના ૮ યુવાનો અને ઘાયજ ગામના ૨ યુવાનો ઘાયજ માં આવેલા ખેતરમાં બંધ તબેલો માં ચિકન અને દારૂની મહેફિલ કરી હતી જેમાં ભેગા થયેલા યુવાનો માં ડોન (ભાઈ) કોણ ? તે બાબતે બે યુવકો વચ્ચે ચડશા ચડશી માં ઉગ્ર ગાળા ગાળી બોલા ચાલી થઈ હતી. જેમાં ૧૦ યુવકોમાં બે ગ્રુપ પડી ગયા હતા. અને એક યુવકે લાકડાં થી બીજા યુવકને માથાના ભાગમાં મારતા ગંભીર ઈજા પહોચી હતી અને તે ઇજા ગ્રસ્ત યુવકે સ્થળ ઉપર પડેલો બરફ તોડવાનો લોખંડનો સિયો હાથમાં આવી જતા સામે વાળા યુવકને પેટમાં અને શરીરના ભાગે ઝનૂન પૂર્વક ઘા મારી દીધાં હતાં જેથી તે પડી ગયો તેના મિત્રો એ ૧૦૮ ને બોલાવીને પાદરા સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના ડોકટરે યુવક હિતેશ વણકર ને મૃત ઘોષિત કર્યો હતો ત્યારે સામાં વાળા યુવકોએ પણ માર-મારી મારી નાખવાની ફરિયાદ આપતા સામસામે ફરિયાદ થવા પામી હતી પોલીસે તમામ ૯ યુવકની ધરપકડ કરી હતી.

પોલીસે સ્થળ ઉપર એફએસએલ ને બોલાવી નમૂનાઓ લઈ ઝીણવટ

પૂર્વક તપાસ કરી છે આ બનાવ બનતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. સોસીયલ મીડિયામાં અપલોડ કરેલ વિડીઓ બતાવતા સમયે ભાઇ ગિરિ બાબતે બે યુવકો વચ્ચે ચડશા ચડશી માં ઉગ્ર બોલા ચાલી ગાળા ગાળી થઈ હતી. પોલીસ ની બે કલાક ની શોધખોળ બાદ હત્યા કરવા માટે વપરાયેલ હથીયાર ખેતરના નહેર ના રસ્તા માંથી સાઈડ પર થી મળ્યું હતું. પોલીસે ઘટના સ્થળે થી મૃતક હિતેશ પરમાર અને અન્ય યુવાનો ના વ્હીકલ સહીત હત્યામાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યા હતા. મુખ્ય આરોપી અભિજિત ઝા અગાઉ હત્યા કરવાનાં ગુન્હા હેઠળ જમીન મુક્ત થયો હતો

પરિવારજનોના ટોળાં પોલીસ મથકે અને હોસ્પિટલે એકત્રિત થયાં હતાં

   એક સમયે યુવાનો મૃતક યુવાન ની ડેડ બોડી ને લઇ ને સ્કુટર પર મોડી રાત્રે લઇ ને ફરતા રહ્યા હતા પરંતુ ૧૦૮ ના કર્મચારીઓએ જણાવતા તેઓ તેને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો. અને ત્યાં તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક હિતેશ પરમાર રહે. નવાપુરા, વડોદરાના ઓને પેનલ ડોક્ટરથી પી.એમ કરવા મૃતદેહ ને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.