દેવગઢબારિયા, દાહોદ જિલ્લાના લીમખેડા બજારમાં ઝાલોદ રોડ ઉપર કરિયાણાની દુકાન ઉપર સાબુ તથા પાન પડીકીનો માલ સામાન ઉતારવા માટે ઊભેલા ગોધરાના વેપારીની ગાડીમાંથી રૂ. ૧,૧૫ ૨૨૨ રોકડ ભરેલી બેગની કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

ગોધરા ખાતેની જાેષી એન્ટરપ્રાઇઝ એજન્સીમાં નોકરી કરતો અયુબ મોહમ્મદ હુસૈન મલેક રહે ખાડી ફળીયા ગોધરાનો તથા એજન્સીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હાજી ફારુક અબ્દુલ્લ રહીમ બટુક આ બંને વ્યક્તિઓ એજન્સીની પીક અપ ગાડીમાં પાન પડીકી તથા સાબુના બોક્ષ ભરીને પંચમહાલ તથા દાહોદ જિલ્લાના વેપારીઓને ડિલીવરી આપવા માટે નીકળ્યા હતા. જુદા જુદા ગામોમાં દુકાનદારોને માલ સામાન આપી તેની ઉઘરાણીના પૈસા રૂપિયા ૧,૧૫ ૨૨૨ બેગમાં મૂકી રાખ્યા હતા. બુધવારના રોજ બપોરના ૧. ૧૫ કલાકના સુમારે તેઓ લીમખેડા બજારમાં આવ્યા હતા. ઝાલોદ રોડ ઉપર રસ્તાની બાજુમાં ગાડી ઉભી રાખી સંજય સ્ટોરમાં માલ સામાન ઉતારી અયુબ મોહમ્મદ હુસૈન મલેક સામાન ન પૈસા લેવા માટે તે દુકાન પર ઊભો હતો.ગાડીનો ડ્રાઈવર હાજી ફારુક પીકપ ગાડીના કેબિનનો પાછળનો દરવાજાે બંધ કરવા માટે ગયો હતો. આ તકનો લાભ લઇને કોઇ શખ્શ ગાડીના આગળના ભાગનો દરવાજાે ખોલીને રૂપિયા ૧,૧૫ ૨૨૨ રોકડ ભરેલી બેગની ચોરી કરી બિંદાસ્ત જતો રહ્યો હતો. ગાડીમાંથી બેગની ચોરી કરતો એક કિશોર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.ગોધરાના અય્યૂબ મલેકે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ગુનો નોંધ્યોર્ા છે.