વડોદરા, તા.૨૯

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોગચાળાના ભરડામાં આવી રહ્યું છે. તેવા સમયે ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ એ તેનો વિકરાળ પંજાે ફેલાવવાનું શરૂ કર્યું છે. તેવા સંજાેગોમાં આજે દિવસ દરમિયાન કોર્પોરેશનની ટીમ દ્વારા હાથ ધરાયેલા આરોગ્ય લક્ષી કામગીરીમાં નવા ૨૨ કેસો નોંધાય છે જ્યારે સયાજી હોસ્પિટલમાં નવ જેટલા ડેન્ગ્યુના દર્દીઓ સારવાર અર્થે દાખલ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અલબત્ત વીતેલા ૨૪ કલાકમાં ૩૧ જેટલા કુલ દર્દીઓ ડેન્ગ્યુના સત્તાવાર નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે જાેકે રાજ્યના વડોદરા શહેરમાં સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વરસાદના પાણીને કારણે તેનો યોગ્ય નિકાલ ન થવાથી ખાબોચિયા ભરાઈ રહ્યા છે અને દૂષિત પાણીને લીધે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે. આ મચ્છરોને લીધે વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ જેવા આરોગ્ય માથું ઊંચક્યું છે અને શહેરના નગરવાસીઓ ડેન્ગ્યુની ઝપટમાં આવી રહ્યા છે જેના કારણે રોજબરોજ ડેન્ગ્યુના દર્દીઓ નોંધાઈ રહ્યા છે બીજી તરફ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને ઋતુ જન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા રોજબરોજ આરોગ્યની ટીમો દ્વારા શહેરના ચારેય ઝોન વિસ્તારોમાં આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ આરોગ્ય લક્ષી કામગીરીમાં રોજે રોજ ડેન્ગ્યુના પોઝિટિવ કિસ્સો નોંધાઈ રહ્યા છે. લીધેલા ૨૪ કલાકમાં અલગ અલગ વિસ્તારોમાંથી આજે વધુ ૨૨ કેસો નોંધાયા છે જ્યારે ડેન્ગ્યુની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં નવ દર્દીઓને સારવાર માટે દાખલ કર્યા છે. જ્યાં તબીબો દ્વારા આ તમામ દર્દીઓને તબિયત દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. અલબત્ત રોજબરોજ ડબલ આંકડામાં ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.

ડેન્ગ્યુ ના રોગચાળાની સાથે સાથે પાણીજન્ય રોગચાળા પણ માથું છે અને સંખ્યાબંધ લોકો ઝાડા ઉલટી, તાવ, કમળો, તથા કોલેરા જેવા રોગચાળાના ભરડામાં સપડાઈ રહ્યા છે. જેના લીધે વડોદરા શહેરની સરકારી તેમજ અર્ધસરકારી તથા ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. કારેલીબાગ ખાતે આવેલ ચેપી રોગના દવાખાનામાં પણ કમળો ટાઈફોડ તથા ઝાડા ઉલટી ના કેસોમા રોજબરોજ વધુને વધુ નોંધાઇ રહ્યા છે. હાલના તબક્કે આઈડી હોસ્પિટલમાં અંદાજે ૩૦ થી ૩૫ જેટલા દર્દીઓ દાખલ થવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.