અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં બાંગ્લાદેશના રેમડેસીવીર ઈન્જેક્શન રાખી ઉંચા ભાવે વેચાણ કરતા શખ્સને ઝોન ૨ ડીસીપીની સ્કવોર્ડે ધરપકડ કરી છે. તથા તેની પાસેથી ૫૮ જેટલા રેમડેસીવીર ઈન્જેક્શન મળી આવતા જપ્ત કરી આરોપીને સ્થાનિક ચાંદખેડા પોલીસને સોપવામાં આવ્યો છે. બીજી તરફ આરોપીની વધુ પુછપરછ હાથધરવામાં આવી છે. શહેરમાં વધુ એક રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ બાંગ્લાદેશના રેમડેસીવીર ઈન્જેક્શનનું ઉંચા ભાવે વેચાણ કરતો હતો. જાે કે બીજી તરફ ઝોન ૨ ડીસીપી વિજય પટેલની સ્કવોર્ડને બાતમી મળી હતી કે, ચાંદખેડા તપોવન સર્કલ પાસે રાહુલ પટેલ નામનો શખ્સ બાંગ્લાદેશના રેમડીસીવીર ઈન્જેક્શન બ્લેકમાં વેચાણ કરી રહ્યો છે. જેના આધારે ડીસીપીની સ્કવોર્ડે તરત જ તે જગ્યાએ દરોડો પાડીને રાહુલ પટેલની ધરપકડ કરી હતી જેમાં તેની પાસેથી ૫૮ જેટલા બાંગ્લાદેશના રેમડેસિવીર ઈન્જેક્શન મળી આવતા કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપી રાહુલની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, આ ઈન્જેક્શનનો જથ્થો રાહુલ તેના મિત્ર રાહુલ ઝવેરી પાસેથી ખરીદ્યો હતો અને ગઈ કાલે જ આ જથ્થો આવ્યો હતો. જાે કે જરૂરીયાત મંદ લોકોને આ ઈન્જેક્શનનો જથ્થો ઉંચા ભાવે વેચતો હોવોનું પણ જણાવ્યુ હતુ. જેના પગલે ડીસીપીની સ્કવોર્ડે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીને ચાંદખેડા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. બીજી તરફ મિત્ર રાહુલ ઝવેરીની પણ શોધખોળ હાથધરવામાં આવી છે. તથા બાંગ્લાદેશના ઈન્જેક્શન મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. દિવસેને દિવસે રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી વધી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાંચે રાયપુરની એક દુકાનમાં ઈન્જેક્શનના લેબલ છપાતા હતા.