ગાંધીનગર

ગુજરાતમાં કોરોનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે વિદ્યાર્થીઓ પણ તેની ઝપેટમાં આવવાની શરૂઆત થઈ છે. IIM બાદ હવે IITનાં 25 વિદ્યાર્થીઓ કોરોનાં સંક્રમિત થયા હોવાનો ખુલાસો થતા કેમ્પસ સંચાલકો સહિત શિક્ષણ વિભાગમાં સન્નાટો ફેલાઈ ગયો છે. આઇઆઇટી ગાંધીનગરમાં ૨૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં કેમ્પસમાં આવન-જાવન પર નિયંત્રણ મુકવામાં આવ્યું છે.

અમદાવાદમાં તો ગઈકાલે IIMમાં એકસાથે 40 કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. 2 દિવસમાં 22 જેટલા કેસ આવ્યા અને એમાં પણ 24 કલાકમાં જ 17 જેટલા કેસ નોંધાયા હતા. પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બન્યા બાદ હેલ્થ વિભાગની એક ટીમનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ રહી છે કે 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હતા પણ પરીક્ષામાં બેસવા માટે માહિતિ છૂપાવી હતી. AMC ડોમમાં કરાવેલા પરિક્ષણ સમયે 17 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા હતા.

રાજ્યમાં સુરત અને અમદાવાદ બે જિલ્લામાં જ 50 ટકાથી વધારે કોરોનાના કેસ સતત નોંધાઈ રહ્યાં છે. સુરત શહેર અને જિલ્લામાં સૌથી વધુ 745 દર્દી સામે આવ્યા. સુરત શહેરમાં 4 દર્દીઓના મૃત્યુ નિપજ્યા જયારે શહેર અને જિલ્લામાં મળીને 454 દર્દીઓ સાજા પણ થયા. અમદાવાદ શહેરમાં 604 અને જિલ્લામાં 9 કોરોના કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાથી એક વ્યક્તિનું નિધન થયું. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને 507 વ્યક્તિઓ સારવાર બાદ સ્વસ્થ થયા હતા.