નિતિકા દંડ: વડોદરા

શહેરમાં એક તરફ તાજાં જન્મેલા નવજાત બાળકીનો મૃતદેહ ગોત્રી વિસ્તારમાંથી મળી આવતા ખળભળાટનો માહોલ સર્જાયેલો છે ત્યારે બીજી તરફ નવજાત શીશુને સારવાર હેઠળ મૂકીને ફરાર માતા પિતાના કિસ્સાઓ પણ છાશવારે જાેવા મળી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં પોતાના નવજાત શિશુને ત્યજીને ફરાર થવાના બનાવમાં સયાજી હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓની હેરાનગતિ પણ કારણભૂત હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવતા સયાજી હોસ્પિટલનું વહીવટીતંત્ર વધુ એક વખત વિવાદમાં આવ્યું છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલનો એક વિભાગ એટલે રુકમણી ચૈનાની પ્રસૃતિ ગૃહ જ્યાં એક વિશ્વાસ સાથે અન્ય રાજ્યમાંથી તેમજ દૂરના ગામડાંઓમાંથી ગર્ભવતી મહિલાઓ પ્રસૃતિ કે સારવાર માટે આવે છે ત્યારે તેમણે ‘વ્યવહાર’ કરવો પડી રહ્યો હોવાનો ચોંકાવનારા કિસ્સા સામે આવ્યાં છે. આ દર્દીઓના સગાંઓએ ‘લોકસત્તા જનસત્તા’ સમક્ષ કરેલાં ઓક્ષેપો મુજબ, હોસ્પિટલમાં વર્ગ - ૪ના કર્મચારીઓ પ્રસૃતાના સંબધીઓ પાસેથી નાણાં ઉઘરાવીને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે, જ્યારે હોસ્પિટલ સત્તાવાળા ઊંઘી રહ્યાં છે.

ગરીબ વર્ગના લોકો માટે હાઈફાઈ સુવિધાથી સજ્જ અને વિશ્વાસપાત્ર હોસ્પિટલ એટલે મધ્ય ગુજરાતની સૌૈથી મોટી સયાજી હોસ્પિટલને ગણવામાં આવે છે. મોટી સંખ્યામાં પછાત વિસ્તાર ગણાતા એવા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપૂર સહિતના વિસ્તારોમાંથી તેમજ પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજ્સ્થાનથી પણ લોકો સારવાર મેળવવા અહીં આવે છે. એસએસજીને અન્ય બીમારીઓ ઉપરાંત પ્રસૃતિ કરાવવા માટેની વિશ્વાસપાત્ર હોસ્પિટલ ગણવામાં આવે છે. ત્યારે દર્દીઓના સગાંઓના આક્ષેપ મુજબ, રુકમણી ચૈનાની પ્રસૃતિ ગૃહમાં પ્રસૃતિ માટે આવેલી મહિલાઓના સગાંઓ પાસેથી જાે છોકરી જન્મે તો ત્રણસો રુપિયા, છોકરો જન્મે તો સાતસો રુપિયા અને જાે સી – સેકશન મુજબ એટલે કે સીઝેરીયન થાય તો રુપિયા એક હજાર ઉઘરાવતા હોવાના આક્ષેપો સાથેના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

એક બાજુ અધૂરા માસે મૃત બાળક જનમ્યું તેમ છતાં પણ સાતસો રૂપિયા ઉઘરાવ્યા

મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરાના છગનભાઈ તેમની પત્નીને સારવાર માટે પહેલાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરતું વધુ તબિયત બગડતાં તેમને સયાજી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. તેમણે ‘લોકસત્તા જનસત્તા’ને જણાવ્યું હતુ કે, અહીં સારવાર શરૂ કરાયા બાદ અધૂરાં માસે મારી પત્નીએ મૃત બાળકીને જન્મ આપ્યો હતો. હજી તો મારી પત્ની ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે અને નોર્મલ રૂમમાં તેને શિફ્ટ કરે તે પહેલાં તો સફાઈ કર્મચારી દ્વારા મારી પાસેથી સાતસો રૂપિયા આપવા માટેની માગણી કરી હતી. પહેલાં તો હું એ તેને પૈસા આપવા માટેની ના પાડી હતી, પરતું તે વાંરવાર માગણી કરતા હોવાથી આપી દીધા હતા.

પૌષ્ટિક આહાર આપવામાં આવતો નથી

ગર્ભવતી સ્ત્રીઓને તેમજ પ્રસૃતિ બાદ પણ માતાને તંદુરસ્ત રહેવા માટે હોસ્પીટલ દ્વારા પૌષ્ટિક આહાર આપવામાં આવતો હોય છે પરતું તે પણ દર્દીઓ સુધી ન પહોંચીને પાછલાં દરવાજેથી વહીવટ થતો હોવાની વાતોએ પણ જાેર પકડ્યો છે. માત્ર દર્દીઓને ઉપમા અને કેળા જ આપવામાં આવતા હોવાની વાતોએ હોસ્પીટલ સંકુલમાં જાેર પક્ડયો હોવાની વાતો જાણવા મળી હતી.

વધુ ખર્ચાળ સારવાર થશે તે ડરથી જ બાળક મૂકીને ફરાર થવાની ઘટનાઓ

એક તારણ અનુસાર એવું સામે આવ્યું છે કે, પછાત વર્ગના અને ગામડાંમાંથી આવેલાં દર્દીઓ જેમને બે ટાઈમ જમવાના પણ ફાંફા હોય છે, તેવા દર્દીઓ ઓ પ્રકારના ‘વ્યવહાર’ની માગણીઓ થતાં તણાવમાં આવી જાય છે, જેથી વધુ સારવાર માટેનું ડાॅકટર દ્વારા જણાવવામાં આવે તો વધુ ખર્ચો થશે તેવું માનીને નાણાકીય વ્યવસ્થા કરવા માટે તેઓ પરત ગામડે જતાં રહે છે. ત્યારે એવું માની લેવામાં આવે છે કે, બાળકને મૂકીને જતાં રહ્યાં છે.

મારી પત્નીએ બાળકીને જન્મ આપ્યો એટલે ત્રણસો રૂપિયા ઉધરાવ્યા

મૂળ અલીરાજપૂરાના સંપત ભાઈ વાંળદનું કામ કરીને ગુજરાન ચલાવે છે. તેઓએ જણાવ્યું હતું કે, અમે ડીલીવરી માટે સયાજીમાં આવ્યા છીએ. મારી પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. હાલ બન્ને તંદુરસ્ત છે, પરતું હજી મારી પત્નીની પ્રસૃતિ થઈ અને તેને જનરલ વોર્ડમાં લઈ આવ્યા ત્યારે સફાઈ કામ કરતા એક બહેને મારી પાસેથી દીકરી જન્મની ખુશી માટેના ત્રણસો રુપિયા માગ્યાં હતા અને