દિલ્હી,

દેશમાં કોરોના વાયરસ નો પ્રકોપ રોકાવાનું નામ નથી લઈ રહ્યો અને કોરોનાના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 18 હજારને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં 18,653 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 507 દર્દીઓએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ ગઈકાલે 418 દર્દીઓનાં મોત થયા હતા જ્યારે આજે તે આંકડો 500ને પાર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5 લાખ 85 હજાર 493 કન્ફર્મ કેસ નોંધાઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના હવે 2 લાખ 20 હજાર 114 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 17,400 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 3 લાખ 47 હજાર 979 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં છેલ્લા ઘણા દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં 24 કલાકમાં 620 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 20 દર્દીનાં કોરોના વાયરસાના કારણે મોત થયા છે. 24 કલાકમાં 424 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે.