વડનગરઃ વિસનગર-વડનગર હાઇવે પર એક્ટિવાને ટ્રકચાલકે ટક્કર મારતા એક્ટિવા ત્રણ લોકોના ગંભીર ઇજાના કારણે મોત થયા હતા.ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતા જ હાઇવે વાહનચાલકો સહિત લોકો ભેગા થઇ ગયા હતા.અકસ્માતની પોલીસને જાણ કરવામાં આવી હતી. વિસનગર- વડનગર હાઇવે પર મલેકપુર ચોકડી પાસે આઇસર ટ્રકે એક્ટિવાને અડફેટમાં લીધું હતું. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે એક્ટિવાના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રકચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મૃતકો વિસનગર અને સિપોરના હોવાનું જાણવા મળ્યુ છે.