કર્ણાટક-

દેશમાં કોરોનાનો કેર યથાવત છે. દૈનિક કેસોની શ્રેણીમાં દુનિયામાં આજે આપણે નંબર વન પર પહોંચી ગયા છે. ત્યારે હવે આ મુસિબતથી પીછો છોડાવવા મોટા ભાગનાં રાજ્યોમાં લોકડાઉનની ચર્ચાઓ પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં દિલ્હી પહેલા જ એક અઢવાડિયાનું લોકડાઉનને લંબાવવાની ઘોષણા કરી ચુક્યુ છે. ત્યારે હવે આ કડીમાં કર્ણાટક પણ સામેલ થઇ ગયુ છે.

કર્ણાટકનાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 1 મેથી 18 વર્ષથી ઉપરનાં લોકોને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક રસી આપવામાં આવશે. 45 વર્ષથી વધુ વયનાં લોકોને આ રસી પહેલેથી જ મફત આપવામાં આવી રહી છે. કોરોનાની સ્થિતિ જોતાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે, સ્થાનિક અધિકારીઓ સખતાઈ લાગુ કરવાની શક્તિ ધરાવશે, જ્યારે કર્ફ્યુ લાગુ કરવામાં આવેલુ છે, તે પહેલાની જેમ ચાલુ રહેશે. આપને જણાવી દઇએ કે, કોરોના સંકટને કારણે કર્ણાટકમાં હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં દરરોજ 10 હજારથી વધુ સરેરાશ કેસ નોંધવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 2.62 લાખ પર પહોંચી ગઈ છે.