પાદરા

પાદરા કરજણ રોડ પર સરસવણી ગામ પાસે રોડ ઉપર આવતા વળાંક પર હુંડાઈ ક્રેટા ગાડી ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા નિલગીરીના ઝાડ સાથે અથડાતા ઍક્સિડન્ટ થતા એક મહિલા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમજ એક ઈસમ ને પાદરા સરકારી દવાખાને લઇ જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે એક નાના બાળક નો આબાદ બચાવ થવા પામ્યો હતો . જાેકે ગંભીર ઇજાઓ થતા તેને વડોદરા ખાતે સારવાર માટે લઇ ગયા હતા. પાદરા પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાદરા કરજણ રોડ ઉપર સરસવની થી વીરપુર વચ્ચે વળાંક પાસે જુબેરભાઇ સુબહાની તેમજ એક મહિલા રેશ્માબેન નો પુત્ર અતિક ઉ.વર્ષ ૧૧ નાઓ કરજણ તરફ જતા હતા. તે દરમ્યાન ચાલક પતિ જુબેરભાઈ ઘાંચી એ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા નીલગીરી ના ઝાડ સાથે અથડાતા એક્સિડન્ટ થતા રેશ્માબેન ઘાંચી નું ઘટનાં સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે જુબેરભાઇ ઘાંચી ને પાદરા સરકારી દવાખાને ૧૦૮ માં લઇ જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ૧૧ વર્ષ ના અતિક ને ગંભીર ઇજાઓ થતા વડોદરા ની હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડ્યો હતો. સરસવણી ના વળાંક પાસે નિલગીરીના ઝાડ સાથે ધડાકાભેર અકસ્માત નો અવાજ થતા આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા. અને પ્રાથમિક તબ્બકે ગ્રામજનો દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશો અને બે જેસીબી મશીન ક્રેન ધ્વારા કાર ને ચીરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બે મૃતદેહ અને એક જીવિત બાળકને રેસ્ક્યૂ કરી બહાર કઢાયો. ઘટના સંદર્ભે વડોદરા ફાયર પણ પહોચ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના કુરચે કુરચા નીકળી ગયા હતા. એન્જીન પણ બહાર નીકળી આવ્યું હતું, કાર ચાલક ધ્વારા સ્ટેરિગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમા આવેલી વરસાદી કાસમા આવેલ ઝાડ સાથે અથડાય હતી.