વાઘોડિયા : પાદરાના વડુ પોલીસ કોન્સ્ટેબલને ૪૦ પેટી વિદેશી દારૂની ખેપ મારતા વાઘોડિયા પોલીસે નર્મદા કેનાલ પાસેથી ઝડપી પાડતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. વાઘોડિયા પોલીસે દારૂની ખેપ મારતા પાદરા તાલુકાના વડું પોલીસ મથકે ફરજ બજાવતા હરસીંગ રાઠવા નામના પોલીસ કોન્સ્ટેબલને ૨ લાખ ૭૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામા આવ્યો છે. વાઘોડિયાના તવરા પાસે નર્મદા કેનાલ પાસે પસાર થતી પિકઅપમા વિદેશી દારૂની ખેપ મારતા કોન્સ્ટેબલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયા પોલીસ મથકના જગદિશ બાંગરવાએ તવરા પાસે પસાર થતી નર્મદા કેનાલ નજીકથી ૪૦ પેટી વિદેશી દારૂ જેની કિંમક ૧. ૭૦ લાખ તથા ૧ લાખની કિંમતની પિકઅપ ગાડી કુલ મળી રૂા.૨.૭૦ લાખના મુદ્દામાલ સાથે કોન્સ્ટેબલ હરસીંગ ઢેડીયા રાઠવા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભી છે. પોલીસ કોન્સ્ટેબલે ખાખીને કલંકીત કરી પોલીસની ઈજ્જત ધૂળમા ભેળવી દેતા પોલીસ બેડામા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાને પગલે  

પોલીસના ઊચ્ચ અઘિકારીઓનો કાફલો વાઘોડિયા પોલીસ મથકે દોડી આવ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલ હરસીંગ રાઠવાની કરતુતે ખાખીને તાર તાર કરી છે, ત્યારે હવે વાઘોડિયા પોલીસ ેજ ખેપ મારતા વડુના પોલીસ કોન્સ્ટેબલ સામે ગુન્હો નોંઘી તપાસ હાથ ઘરી છે. મહત્વની વાત છેકે આરોપી કોન્સ્ટેબલ વડુ પાસેના ગામેઠા ગામના તેના બુટલેગર મિત્ર વિજયમાળીસાથે સારા સંબઘ હોઈ વિદેશી દારૂ ખેપ મારી પહોંચાડતો હતો. પોતે પોલીસ કોન્સ્ટેબલ હોવાના કારણે પોતાની સત્તાના જાેરે દારૂની ગેરકાયદેસર દારુની ખેપ મારી ઊપરની કમાણી કરવા જતા વાઘોડિયા પોલીસના હાથે જડપાઈ જઈ પોતેજ કાયદાના સકંજામા આવી ગયો હતો.જાેકે પોલીસે ધરપકડ કરતાજ સમય બગાડ્યા વિના તુરતજ વિદેશી દારુ ગામેઠા પહોંચાડવાનુ કોન્સ્ટેબલે જણાવતા બુટલેગરની પણ ધરપકડ કરાઈ છે.