વલસાડ ખેરગામ પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મીઓ પોતાને વિભાગના સર્વેસર્વા માનતા હોય તેમ જણાઇ રહ્યું છે. અહીં ફરજ બજાવતો એક પોલીસ કર્મચારી એ તો પોતાના રહેઠાણને જ પોલીસ મથક બનાવી દીધું છે ગુનામાં સંડોવાયેલા વાહનો ને ડિટેન કરી પોલીસ મથકે લઈ જવાને બદલે પોતાના ઘરે બાવળી ફળિયા લઈ જઈ વાહન મલિક સાથે સેટિંગડોટકોમની સ્કીમ હેઠળ કામગીરી કરતા હોવાની લોકબૂમ ઉઠી છે. ગત સોમવારે ખેરગામ એપીએમસી નજીક એક ઇકો કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક લોકોના મારના બીકે ભાગી ગયો હતો ઇકોચાલક પણ જતો રહ્યો હતો. કોઈકે પોલીસને જાણ કરતા એક પોલીસ કર્મી સ્થળ પર આવી ત્યાં પડી રહેલ બાઈકજી જે ૧૫ એબી ૯૬૩૦ જપ્ત કરી હતી પરંતુ આશ્ચર્ય એ બાબતની છે કે બાઇકને પોલીસ મથકે લાઇ જવાને બદલે પોલીસે પોતાના રહેઠાણ પર લઈ ગયો હતો . બાઇક માલિક પોતાની બાઇક છોડાવવા પોલીસ મથકે પહોંચ્યો ત્યારે બાઇક મળી ન હતી. બાઇકચાલકે મીડિયાને રજુવાત કરતા પોલીસ મથક પર જઇ તપાસ કરતા બાઇક લાવ્યાની પોલીસ મથકે કોઈ નોંધ ન હોવાનું પી એસઓએ જણાવ્યું હતું.ત્યારે એવી ખબર મળી કે બાવળી ફળિયામાં ભાડે મકાન રાખી રહેતા એક પોલીસ કર્મી જપ્ત વાહનોને ઘરે લઈ જાય છે.વાહન માલીકને ત્યાં જ બોલાવી સેટિંગ ડેટકોમની સ્કીમ હેઠળ મામલો રફેદફે કરી દેછે.વાત માં કેટલી સત્યતા છે એ જાણવા મીડિયા કર્મીઓ બાવળી પોલીસ કર્મીના ઘરે તપાસ કરતા તેના ઘરે બાઇક સહિત અન્ય ચાર ફોર વહીલ વાહનો પણ પડ્યા હતા. જેની માહિતી મેળવવા મીડિયાએ પોલીસ કમીને મોબાઈલ પર સંપર્ક કરતાકર્મી એ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે બાઇક અને કારના મલિકને ખર્ચો આપી દેશે એટલે તેની બાઇક આપી દઈશ .