જમ્મુ-શ્રીનગર-

જમ્મુ-શ્રીનગર હાઈવે પર બનેલી 'ડબલ ટ્યુબ', ચાર લેન બાનીહાલ-કાઝીગુંડ ટનલ 24 કલાકની ટ્રાફિક પરીક્ષણમાં પ્રથમ વખત સફળ રહી હતી. શુક્રવારે અધિકારીઓએ આ માહિતી આપી હતી. નવયુગ એન્જિનિયરિંગ કંપનીના ચીફ મેનેજર મુનીબ ટાકે કહ્યું કે, 24 કલાકની સંપૂર્ણ પરીક્ષણ શુક્રવારે સવારે 10 વાગ્યે પૂરુ થયુ હતું. અગાઉ છેલ્લા પખવાડિયામાં, નવી બનેલી ટનલ નિયમિત અંતરાલમાં મર્યાદિત ટ્રાફિક માટે ખોલવામાં આવી હતી.

અધિકારીઓએ કહ્યું કે, સાડા આઠ કિમી લાંબી ટનલ દસ વર્ષમાં 2,100 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે હાલમાં તેની તપાસ અને 'કમિશનિંગ' કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આ મહિનાથી શરૂ થઈ શકે છે. તે જવાહર ટનલ અને શૈતાન નાલામાંથી પસાર થશે, જ્યાં શિયાળામાં બરફવર્ષા અને લપસણોથી રસ્તાઓ અવરોધિત છે.

16 જૂને કરવામાં આવ્યું હતું પ્રથમ 'ટ્રાયલ રન'

કંપનીના ચીફ મેનેજર મુનીબ ટાકે જણાવ્યું હતું કે, ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. 24 કલાકના પરીક્ષણમાં બળતણ ભરેલા ટેન્કર સિવાય તમામ પ્રકારના ટ્રાફિકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટનલની બંને બાજુથી ટ્રાફિકનું પ્રથમ 'ટ્રાયલ રન' 16 જૂને સાંજે 4 થી સાંજના 6 વાગ્યા દરમિયાન અને ત્યારબાદ નિયમિત અંતરાલમાં લેવામાં આવ્યું હતું.

પ્રોજેક્ટનું કામ નવયુગ એન્જિનિયરિંગ કંપની દ્વારા જૂન 2011માં શરૂ કરાયું હતું અને તેના ઓપરેશનથી જમ્મુ પ્રાંતના બાનિહલ અને દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ વચ્ચેના માર્ગનું અંતર 16 કિ.મી. કાપી શકાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રાયલ રન દરમિયાન કોઈ અવરોધ ઉભો થયો ન હતો કારણ કે બંને તરફથી ટ્રાફિક સરળ હતો.