ડભોઇ

ડભોઇ થી ચાંદોદ રેલ્વે લાઇન પાંચ વર્ષ પૂર્વે થી નવીની કરણ માટે બંધ હતી નેરોગેજ માથી સંપૂર્ણ ૧૮.૬૬ કિલોમીટર ની નવી બ્રોડગેજ લાઇન પૂર ઝડપે કામ પૂર્ણ થઈ ગયું છે જેને પગલે આજ રોજ ડભોઇ રેલ્વે વિભાગ દ્વારા આ નવી રેલ્વે લાઇન ઉપર ડભોઇ થી ચાંદોદ રેલગાડી ૧૩૫ કિલોમીટર પ્રતિકલાક ની ગતી થી દોડાવી રેલ્વે લાઇન નું નિરિક્સન કરવામાં આવ્યું હતું. વડોદરા પ્રતાપનગર રેલ્વે કન્સ્ટ્રક્શન અધીકારી ડી.એમ.સિંગ દ્વારા રેલ્વે લાઇન નું નિરીક્ષન કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકાર દ્વારા કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી રેલ્વે ની મુસાફરી સરળતા થી પહોચી સકાય તે માટે મોટો પ્રોજેકટ હાથ ધરી ડભોઇ તેમજ ચાંદોદ ખાતે નવીન રેલ્વે સ્ટેશન તેમજ નેરોગેજ રેલ્વે લાઈનો ને બ્રોડગેજ માં રૂપાંતરીત કરવાની છેલ્લા ત્રણ વર્ષ થી કામગીરી ચાલી રહી હતી જે હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે ડભોઇ થી ચાંદોદ રેલ્વે લાઇન ૧૮.૬૬ કિલોમીટર ની બ્રોડગેજ લાઇન બની ને તૈયાર થઈ જતાં આજે તા.૦૩ અને તા.૦૫ ડિસેમ્બર ના રોજ આ લાઇન ઉપર રેલગાડી દોડાવી લાઇન નું ગતીનિરીક્ષન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ તબકા એ ટ્રેન ને આ લાઇન ઉપર ૧૩૫ કિલોમીટર પ્રતિકલાક ની ગતી એ ટ્રેન ને દોડાવી હતી લાઇન સંપૂર્ણ બની ને તૈયાર છે જ્યારે ત્યારે આગામી ડિસેમ્બર અંત સુધી માં રેલ્વે વિભાગ અંતિમ નિરીક્ષન કરી ડભોઇ થી ચાંદોદ ટ્રેન ને પુનઃ શરૂ કરવા માં આવશે નું અનુમાન છે. જ્યારે આ પ્રસંગે ડી.એમ.સિંગ દ્વારા લાઇન ની ગુણવતા સારી હોવાનું જણાવ્યુ હતું. સમગ્ર ડભોઇ પંથક અને યાત્રાધામ ચાંદોદ સુધી રેલ્વે લાઇન પર રેલ દોડતી જોઈ નગર જનો માં ભારે આનંદ છવાયો હતો.