વડોદરા, તા.૨૮

સાથે અભ્યાસ કરતી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે મારી સાથે લગ્ન કરીલે નહીં તો મારી નાંખીશ એવી ધમકી આપી, ઈમેલ, વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ ઉપર અસંખ્ય મેસેજ કરતા પરેશાન થયેલી યુવતીએ પાણીગેટ પોલીસ મથકે યુવક સામે ફરીયાદ નોંધાવી છે.

ત્રણ વૃષ અગાઉ શહેર નજીક આવેલી ખાનગી યુનીમાં અભ્યાસ દરમ્યાન સાથે ભણતો યુવક વારંવારં મિત્રતા અને બાદમાં સંબંધ બાધવા માંગતી કરતો હતો. જેનો યુવતીએ ઈન્કાર કર્યો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ પાર્ષદ દેવચંદ ટંડેલ મે ૨૦૨૧થી આજ સુધી એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે ગમે તે સમયે યુવતીના નિવાસ સ્થાને અને યુવતિ જયાં નોકરી કરે છે એ ઓફીસ જઈ પ્રેમ સંબંધ બાંધવા અને લગ્ન કરી લેવા માટે માંગણી કરતો હતો.

જયારે અગાઉ સાથે અભ્યાસ કરતા હોવાથી યુવતીનો મોબાઈલ નંબર મેળવીલીધો હતો. જેની ઉપર એસ.એમ.એસ તથા વોટસએપ અને સોશિયલ મિડીયા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ યુવતીના પ્રોફાઈલ ઉપર અજુગતી માંગણી અને અભદ્ર કોેમેન્ટનો સીલ સીલો એક તરફી પ્રેમમાં પાગલ યુવકે. ચાલુ રાખ્યો હતો.

અતે યુવકની પજવણીથી તંગ આવી ગયેલી યુવતીએ એક તરફથી પ્રેમમાં પાગલ બનેલાને સબક શીખવાડવાનું નકકી કર્યું હતું જેના ભાગરૂપે યુવતીએ પાર્ષદ ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પાણીગેટ પોલીસે ઈન્ડીયન પીનલ કોડ નંબર ૩૫૪૮ (ડી)(૧)(૨) તથા ૫૦૭ મુજબ ગુનો નોંધી છેલબટાઉ યુવકની શોધખોળ હાથ ધરી છે.