દ્વારકા-

દ્વારકાના ધ્રેવાડ નજીક ગઈકાલે બપોરે દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહેલા મહેસાણા પરિવારની કાર સાથે ટ્રક અથડાતા ચારના મોત થયા હતા. અકસ્માતમાં તાજેતરમાં જ લગ્ન થયેલા નવદંપતીના મોત થતાં અરેરાટી વ્યાપી હતી. મહેસાણા ગામના વતની દ્વારકાધીશના દર્શન કરી પરત અલ્ટો કારમાં મહેસાણા જતા હતા. ત્યારે દ્વારકા જામનગર હાઇવે પર દ્વારકાથી ૧૫ કિમી દુર ધ્રેવાડ ગામ પાસે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલ એક ટ્રક જીજે૧૦ઝેટ-૮૫૭૭ ટ્રક ચાલકે અલ્ટો કારમાં ધડાકાભેર ટક્કર મારતા ટ્રકમાં કાર ધુસી ગઈ હતી. ધડાકાભેર અવાજ આવતા આસપાસના ગ્રામજનો ધટના સ્થળે પહોંચી ૧૦૮ને ફોન કરી ટ્રકમાં ધુસી ગયેલ કારને દોરડા વડે બાંધી કારમા અને ટ્રક છુટા પાડી કારમાં રહેલ એક મહિલા તેમજ ત્રણ પુરૂષને બહાર કાઢ્યા હતા. ૧૦૮ની ટીમે ધટના સ્થળે પહોંચતા ત્રણ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. તેમજ પરણિતાને ગંભીર ઇર્જા થતા દ્વારકા સરકારી હોસ્પીટલે ખસેડ્યા હતા દ્વારકા પોલીસને જાણ થતા તુરંત ધટના સ્થળે પહોચી હતી અને મૃતકોના બેગમાં તેમજ ખિસ્સામાંથી આઇડી પ્રુફ શોધી પરીવારની શોધ આરંભી હતી. 

જોકે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી મુંજબ તમામ મુર્તકો મહેસાણા જિલ્લાના હોવાનું અને દ્વારકાધીશના દર્શન કરી પરત ફરતા હોવાનું જાણવા મળેલ હતું. મૃતકના નામ (૧) મહેન્દ્રસિંહ રતનજી રાજપુત (ઉ.વર્ષ ૨૫) રે જીલ્લો મહેસાણા તાલુકો ઉંજા ગામ કામલી રાજપુત વાસ (૨)પવનસિંહ ભુપતસિંહ રાજપુત (ઉ વર્ષ ૨૦) રે કર્ણાવતી સોસાયટી મહેસાણા (૩) જયમિન બળદેવજી ઠાકોર (ઉ વર્ષ ૧૯) આ ત્રણેય વ્યતિના ધટના સ્થળે મુત્યું થયેલ તેમજ સોનલબેન નામની પરણિતને ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મોત થયું છે. સોનલબેન અને મહેન્દ્રસિંહના લગ્નને થોડો સમયજ થયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ પોલીસે ધટના સ્થળે પંચનામું કરી તમામની ડેડ બોડી દ્વારકા સરકારી હોસ્પીટલે ખસેડી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.