અમદાવાદ-

અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનદ નિકેતન સ્કૂલની દાદાગીરી સામે આવી છે. સ્કૂલે આર ટી ઈમાં પ્રવેશ આપેલા બાળકોના આ વર્ષે એડમિશન કેન્સલ કરી દીધા છે. 24 જેટલા અડમિશન કેન્સલ કરી દેતા વાલીઓ સ્કૂલે પહોચ્યા હતા. અચાનક જ એડમિશન કેન્સલ કરી દેતા વાલીઓ ચિંતા માં મુકાયા છે. ગત વર્ષે આર ટી ઈમાં પ્રવેશ આપ્યા બાદ તેમણે એડમિશન ની રિસીપ્ટ આપી નહોતી. માત્ર તેમણે ઓનલાઈન ક્લાસ ના ગ્રૂપમાં એડ કર્યા હતા.

આ વર્ષે નવું સત્ર શરૂ થતાં જ તેમણે અચાનક વાલીઓને ગ્રૂપમાં થી નિકાલી દીધા હતા અને તેમના એડમિશન કેન્સલ કરી દીધા હતા. જોકે આ એડમિશન કેન્સલ ની જાણ થતાં વાલીઓ સ્કૂલે પહોચી અને હોબાળો કર્યો હતો. વાલીઓ 1 કલાકથી વધુ સમયથી બહાર ઊભા રહ્યા હતા. પરંતુ તેઓને કોઈ જવાબ આપ્યો નહોતો. એડમિશન કેમ કેન્સલ કર્યા તે બાબતે પણ તેઓને કોઈ જવાબ આપ્યો નથી. આ વિષે વાલીઓએ જણાવ્યુ હતું કે હજી સત્ર 2 દિવસ પહેલા જ શરૂ થયું છે.અને આજે અચાનક જ એડમિશન કેન્સલ કરી દીધા છે અને અમને ગત વર્ષ ની પણ રિસીપ્ત આપી નથી. અગાઉ પણ નવચેતન સ્કૂલમાં એડમિશન બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં પણ વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો. જો ખાનગી સ્કૂલ દ્વારા આવી દાદાગીરી કરશે તો વાલીઓ અને વિધ્યાર્થીઓને નુકશાન થશે. આ બાબતે ડી ઇ ઓ અને શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવે.