અમદાવાદઃ

ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે શાળાની ફી મુદ્દો ઘણો ગૂંચવાયેલો છે. અને મામલે કોઈ ચોક્કસ નિરાકરણ આવી શક્યું નથી. પરંતુ આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વના ગણી શકાય તેવું સૂચન કર્યું છે. હવે ફી મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે અને જણાવ્યુ છે કે, સરકાર પાસે વિશાળ સત્તા છે તો સરકાર શાળા ફી મામલે નિર્ણય લે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ફી માટે રાજ્ય સરકાર પાસે સત્તા છે તેમ છતાં સરકાર કોર્ટને કેમ પૂછે છે. ફી મામલે વિવાદ ગંભીર બની રહ્યો છે અને સમાધાન થયું નથી તો સરકાર આ મામલે હજી સુધી કેમ કોઇ નિર્ણય લીધો નથી. નોધનીય છે કે, શાળા સંચાલકોએ ફી ઘટાડવા મામલે હાઇકોર્ટમાં તૈયારી દર્શાવી છે. જો કે, કેટલી ફી ઘટાડાશે તે અંગે હજુ નિર્ણય નહીં. પરંતુ ફી ઘટાડવા અંગેની તૈયારી દર્શાવી છે.

ગુજરાતમાં શાળાઓની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીનો આજે હાઇકોર્ટે નિકાલ કર્યો છે. આ સાથે જ હાઇકોર્ટે કહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓની ફી  નક્કી કરવા માટે સરકાર પાસે પૂરી સત્તા છે. આ પહેલા હાઇકોર્ટે સરકાર અને સંચાલકોને સાથે બેસીને ફી માળખું નક્કી કરવાનો આદેશ કર્યો હતો. જોકે, સરકારની ભલામણ પ્રમાણેની ફી સ્વીકારવા માટે સંચાલકો તૈયાર ન હોવાથી ગુજરાત સરકાર ફરીથી હાઇકોર્ટમાં ગઈ હતી. સાથે જ હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં આ મુદ્દે કોર્ટમાં આવે છે તે દુઃખદ છે.