ગાંધીનગર-

રાજ્યના શિક્ષણ વિભાગ અને સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલો વચ્ચે ફી ઘટાડવાને લઈને થયેલી મીટિંગનો પહેલો રાઉન્ડ અનિર્ણાયક રહ્યો હતો. સરકારે ૧૫-૨૫ ટકા ફી ઘટાડવા માટે આપેલો પ્રસ્તાવ સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોના ટ્રસ્ટીઓએ નકારી દીધો હતો. સૂત્રો મુજબ, સ્કૂલના ઓથોરિટીઓનું કહેવું છે કે, તેઓ કે બધાને ફી કટ નહીં આપે તેની જગ્યાએ કેસ ટુ કેસ મામલા પર ધ્યાન આપશે.

સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલ્સના રિપ્રેઝન્ટેટિવએ સરકારને સ્કૂલ ટ્યુશન ફીમાં રાહત માટે કમિટી બનાવવાનું સૂચન કર્યું હતું. તેમણે એમ પણ સૂચન આપ્યું હતું કે ફી રેગ્યુલેશન કમિટીએ કોવિડ-19ના કારણે આર્થિક સંકડામણમાં મૂકાયેલા માતા-પિતાના કેસમાં જાેવું જાેઈએ અને તેમને રાહત માટેના સૂચના આપવા જાેઈએ. અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અર્ચિત ભટ્ટે કહ્યું કે, સરકાર સાથેની મીટિંગ અનિર્ણિત રહી છે અને તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો પ્રસ્તાવ આપશે. 

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્ય્šં, આ મીટિંગનો પહેલો રાઉન્ડ છે અને સરકાર પેરેન્ટ્‌સને રાહત આપવા માટે પોતાના પ્રયાસો ચાલુ રાખશે. શિક્ષણમંત્રીએ કહ્યુ, થોડા સમયમાં જ ફરીથી તેઓ મળશે. ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિયેશનના પ્રેસિડેન્ટ ભરત ગજિપરાએ કહ્યુ, રાજ્યમાં 16000 સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો આવેલી છે.ફી ઘટાડવા માટેના સરકારના પ્રસ્તાવને જાે સ્વીકારવામાં આવે તો તેમાની ઘણી સ્કૂલોને નુકસાન થશે. આથી અમે સરકારના પ્રસ્તાવને નકારી દીધો છે.