છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં આવેલ નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માજી સાંસદ અને એ આઈ સી સી સેક્રેટરી ડો પ્રભાબેન તાવીયાડ અને યુવા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંગ્રામસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને એક પ્રેસ કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પ્રેસ કોન્ફ્રન્સમાં કોંગ્રેસના માજી સાંસદ ડો પ્રભાબેન તાવીયાડ અને સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે કૃષિ સબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી રદ કરવા અને મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓ ને મુઠ્ઠીભર મૂડી પતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશની હરિત ક્રાંતિને ખતમ કરવાનું ધૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે. કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓ સાથે જણાવ્યું છે કે ભાજપની ખેતી અને ગ્રામ્ય વિરોધી નીતિ, વર્કિંગગ્રુપ અને કન્ઝ્‌યુમર અફેર્સ લઘુત્તમ ટેકાના ભાવ ફરજિયાત કરવા, ખેતી કરતા ખેડૂતોને મજબૂર અને મજદૂર બનાવવા, દરેક ખેડૂત ના માથાદીઠ રૂ ૨૮,૬૬૭ રૂ નું દેવું, ભાજપના ખેડૂત વિરોધી (૬) પગલાંથી ખેડૂત ખેતી અને ગામડા વિનાશના આરે છે.