અમદાવાદ-

અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં લૂંટારુઓ ફાયરિંગ સહીત લૂંટની ઘટનાને અંજામ આપી શહેર પોલીસને હંફાવી દીધી હતી. પૂર્વ વિસ્તારમાં આવેલા એક જવેલર્સ તથા વેપારીને ત્યાં લૂંટારુઓ ફાયરિંગ કરી અમદાવાદના વેપારીઓમાંdદહેશતનો માહોલ ઉભો કરી દીધો હતો સૌ પ્રથમ લૂંટ 02-01-2021 ના રોજ ઠક્કરબાપા નગર નજીક આવેલી તમાકુ અને સોપારી ના વેપારીના ત્યાં ફાયરિંગ કરી રોકડ રકમ 30,000 ની લૂંટ ચલાવી હતી ત્યારબાદ બીજી લૂંટ 03-01-2021 ના રોજ નિકોલ વિસ્તારમાં વિરલgગોલ્ડ પેલેસમાં દિલધડક લૂંટ ચલાવી હતી જેમાં 6.77,000 ની લૂંટ ચલાવી હતી. લૂંટ થતાની સાથે જ પોલીસને અંદાજો આવી ગયો હતો કે લૂંટ કરનારી આ એક જ ટોળકી છે ત્યારે સ્થાનીક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરતા લૂંટારુ ટોળકીનું પગેરું મળી આવ્યું હતુ…

ક્રાઇમના સ્થળ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોહચી અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને ત્યારબાદ આરોપીઓના રૂટના સીસીટીવી ફૂટેજના આધારે તથા લૂંટમાં વપરાયેલા વાહનના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓની ઓળખ થઇ ચુકી અને પાંચ આરોપીઓની રાજવીર સિંહ બરજપાલસિંહ ગૌર, સત્યેન્દ્રસિંહ ઉર્ફે લલ્લા ગૌર, સુકેન્દ્રસીંગ અજમેરસિંગ નરવરિયા, દિપક પરિહાર તથા અજય મરાઠાની મહારાષ્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી. ઝડપાયેલા આરોપીઓના કેટરિંગના ધંધામાં નુકશાન ગયું હતું અને જુગાર રમવાની આદતે ક્રિમિનલ માઈન્ડમાં લૂંટ કરવાના વિચારને જન્મ આપ્યો…આ પાંચેય આરોપીઓ અમદાવાદ લૂંટ કરવા માટે થઈને પરપ્રાંતીય ફૌજી ગેંગને હથિયાર સાથે લૂંટ કરવા માટે બોલાવી લીધી જેમાં બૂદ્ધેસિંગ પરિહાર, સુધીર ફૌજી તથા લખન ચમાર હથિયાર સાથે લૂંટ કરવા અમદાવાદ પોહચી ગયા. 

ઉલ્લેખનીય છે આ લૂંટારુ ટોળકીએ ભેગા મળીને બંને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, મહત્વનું છે કે લૂંટારુએ જયારે નિકોલમાં લૂંટની ઘટનાની અંજામ આપ્યા બાદ જે રિક્ષામાં ગયા હતા તે ઓટો રીક્ષાનો કલર પણ બદલી નાંખ્યો હોવાનું કેફિયત પોલીસ સમક્ષ આરોપીઓએ કબૂલી છે બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ફૌજી ગેંગના બંને મુખ્ય સાગરીતોની ધરપકડ કરવા માટેનો લે આઉટ પ્લાન પણ ઘડી નાંખ્યો છે…