વડોદરા, તા.૭

કોર્પોરેશનમાં પાણીપુરવઠા વિભાગગમાં રજીસ્ટ્રેશનની મર્યાદા કરતા વધારે કામ આપી કોન્ટ્રાકટર સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટ્‌ાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પૂર્વે વિપક્ષી નેતાએ આ સંદૃભે તપાસ કરાવી જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરી છે. મ્યુનિ. કમિશનરને પૂર્વ વિપક્ષના નેતા ચંન્દ્રકાંત શ્રીવાસ્તવે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગત તા.૨૭ના રોજ મળેલ સભામાં પાણી પુરવઠા શાખામાં થતા ભ્રષ્ટ્રાચાર અને રજીસ્ટ્રેશનની મર્યાદા કરતા વધારે કામ આપી ગેરકાયદેસર કૃત્ય કરી ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો હતો. છતાં પણ પાણી પુરવઠા વિભાગના અધિકારી સમગ્ર સભા એટલે મેયર અને સભા તથા કમિશનરની ઉપરવટ જઈને કામ કરી એજ કામનું ટેન્ડર ખોલી દીધા શુ બધાની સાથે સાઠગાંઠ છે ? ફરી ટેન્ડરમાં આ પ્રમાણે ભ્રષ્ટાચાર કર્યો છે ? જે અગાઉ ટેન્ડર વધારીને ૬૦ લાખ, ૭૫ લાખ, ૭૫ લાખ અને ૧ કરોડ ૨૦ લાખનું જે ટેન્ડર ખોલ્યુ હતું તેજ ટેન્ડર ફરી ત્રણ ટેન્ડર ૭૫,૭૫,૭૫ લાખ અને એક ટેન્ડર ૧ કરોડ ૨૦ લાખનો થઈ ગયુ તે વખતે સભામાં અને પુરાવા સાથે મેયર અને કમિશ્નરને પત્ર આપેલો તેમ છતા ઈ-૧ એટલે ૫૦ લાખની મર્યાદાની અંદર કામ મળે તેનાથી ઉપરનું કામ કરવુ હોય તો પછી ડી પ્રકારનો રજીસ્ટ્રેશન જાેઈએ એટલે ડી રજીસ્ટ્રેશન પ્રમાણે એક કરોડનું કામ કરી શકે. પણ ૧.૨૦ કરોડના કામમા એના કરતા પણ વધારે રજીસ્ટ્રેશન જાેઈએ તેમ છતાં શરત જ બદલી નાંખી. તેણે ટેન્ડરની શરતમાં લખ્યુ રજીસ્ટ્રેશનની પ્રક્રીયા ખતમ કરી નાખી.