અમદાવાદ-

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરરેશનમાં કરવામાં આવેલ RTIમાં બહાર આવ્યું કે, શહેરમાં ડેન્ગ્યુ-મલેરિયા જેવા ઉપદ્વવને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ૪ વર્ષમાં ૭૫.૫૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જયારે વસૂલાત પેટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ૩.૮૮ કરોડનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.

આ મહિતીમાં બહાર આવ્યું છે કે, વર્ષમાં ડેન્ગ્યુ, સાદા મલેરિયા, ઝેરી મલેરિયા અને ચિકન ગુનિયામાં છેલ્લા ૪ વર્ષમાં ૪૨ લોકોના મોત થયા છે. યશ મકવાણા નામના RTI એક્ટિવીસ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાહેર માહિતી અધિનિયમ-૨૦૦૫ હેઠળ એક અરજી કરી હતી. જેમાં અરજદારે પાંચ મુદ્દાને સંદર્ભે આરોગ્ય વિભાગ પાસે માહિતી માંગી હતી. 

અરજદાર દ્વારા માંગેલ માહિતીના જવાબમાં આપવામાં આવેલ માહિતીમાં હેલ્થ-મલેરિયા વિભાગે આંકડાકીય માહિતી દર્શાવી કે, વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૧૯ દરમિયાન ૪ વર્ષના ગાળામાં સાદા મલેરિયાના ૨૮,૧૧૨ કેસ, ઝેરી મલેરિયાના ૪,૫૯૯ કેસ, ડેન્ગ્યુના ૧૧,૬૧૩ કેસ અને ચિકનગુનિયાના ૧,૦૮૧ કેસ નોંધવામાં આવ્યા હતા.