અંકલેશ્વર-

અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે દેશની સૌથી મોટી ઔધોગિક વસાહતને અડીને આવેલા આ સ્ક્રેપના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ માટે જોખમ ઉભું કરી રહી છે. અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ સ્ક્રેપ માર્કેટમાં આગ લાગવાની ટૂંકા સમયમાં બીજી ઘટના બની છે. હાઇવે પર આવેલ ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે એકાએક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.વિકરાળ આગના પગલે ગોડાઉનમાં રહેલ તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો .

બનાવની જાણ થતાની સાથે જ 5 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફોર્મ તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતોહાઇવેને અડીને આવેલ ગોડાઉનમાં આગ ફાટી નીકળતા વાહન વ્યવહાર આંશિક રીતે પ્રભાવિત થયો હતો. બનાવ સંદર્ભે પોલીસ, જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેકટરની ટીમે તપાસ હાથ ઘર આંગણું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.