દિલ્હી-

વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશ કોરોના સામે જોરદાર રીતે જંગ લડી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, " સાંજે 6 વાગ્યા સુધી સર્વાધિક 1.09 કરોડ રસીની ડોઝ આપીને રેકોર્ડ બનાવ્યો છે". તેમણે આ બાબતે સમગ્ર દેશને શુભકામના પાઠવી હતી. દેશમાં છેલ્લા 5 દિવસોમાં બીજી વાર શનિવારે કોરોના રસીના 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી 65 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. કો-વિન પોર્ટલના આંકડા મુજબ મંગળવારે 1.28 કોરોનાના ડોઝ  લોકોને આપવામાં આવ્યા હતા. પ્રધાને ટ્વીટ કર્યું કે, " વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનના હેઠળ વધુ એક ઉપલબ્ધી મેળવી છે. 50 કરોડ લોકોએ કોરોના રસીને પહેલો ડોઝ લીઘો હતો. આ અભિયાનને સફળ કરનાર યોદ્ધાઓની મહેનતની પ્રસંશા કરુ છું". તેમણ વધુમાં લખ્યું કે," અભિનંદન, ભારતમાં આજે(મંગળવારે) કોરોનાના 1 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા અને સાંજે 6 વાગે 1.09 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા, જે આજ સુધીની સૌથી વધુ છે અને ગણતરી હજુ ચાલું છે.