દિલ્હી-

સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રમુખ ન્યાયિક શાખા અને આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતે ડંકો વગાડ્યો છે. અદાલતના મુખ્ય ન્યાયાધિશ તરીકે મુળ ભારતના દલવીર ભંડારી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (ICJ) ના મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ ત્યાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં ICJની થયેલી ચૂંટણીમાં 193 માંથી 183 મત મેળવીને ભંડારીએ મુખ્ય ન્યાયાધીશ તરીકે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અદાલતમાં સાત દાયકાથી બ્રિટનના જ મુખ્ય ન્યાયાધીશોએ જ પદ્દ સંભાળ્યું હતું, પરંતુ 70 વર્ષોમાં પ્રથમ વખત આ પદ્દ પર મૂળ ભારતના વ્યક્તિએ સ્થાન મેળવ્યું છે. આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતે ડંકો વગાડ્યો છે, મુળ ભારતના અને આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધિશ દલવીર ભંડારી ICJ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમને દાલમાં થયેલી ચૂંટણીમાં 193 માંથી 183 મત મળ્યા હતા.