વડોદરા, તા. ૧૪

૧૯૯૭ની બેંચના આઇપીએસ અધિકારીને વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂંક થતા તેઓએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. તેઓએ માહિતી આપતા જણાવતા તેમણે ટ્રાફિક, સાઇબર ફ્રોડ, ગણેશોત્સવ અને નવરાત્રી સહિતના તહેવારો શાંતિથી ઉજવી શકે તેવા પ્રયાસો કરાશે તેમજ મહિલાઓની સુરક્ષા ઉપર વધુ ભાર મૂકવામાં આવશે.

૧૯૯૭ની બેંચના આઇપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોત ૨૦૧૮પહેલા રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સભાળ્યો હતો ત્યારબાદ ૨૦૧૮ બાદ તેઓની વડોદરા પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સભાળ્યો હતો. ત્યારબાદ તેઓએ વડોદરા શહેરમાં આંતક મચાવનાર માથાનો દુખાવો એવા બિચ્છુ ગેંગના અસલમ બોડિયાની ગેંગનો સફાયો કર્યો હતો જેને લઇને શહેરીજનોએ પણ હાશકારો લીધો હતો. કોરોના કાળમાં પણ પોલીસ કમીશનર અનુપમસિંહ ગેહલોતે ખુબ સફળ કામગીરી કરી હતી. ત્યારબાદ તેઓની રાજયના સીઆઇડીના વડા સાથે રાજયના એસીબીના વડા તરીકે તેમને ચાર્જ સોપવામાં આવ્યો હતો. ત્રણ વર્ષબાદ ફરીથી તેમની વડોદરા પોલીસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામા આવી છે. જેનો આજરોજ અનુપમસિંહ ગેહલોતે વિધિવત રીતે પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર કચેરીએ જઇને ચાર્જ સંભાળ્યો હતો. તેમને માહિતી આપતા જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ બાદ ફરી મારી નિમણૂંક વડોદરામા થઇ છે, વડોદરા ના લોકો કાયદાનું પાલન કરવામાં પોલીસની સાથે રહી છે. આ પ્રકારનો સહકાર સતત મળતા રહેશે તેવી મને આશા છે. આગામી આવી રહેલા ગણેશોત્સવ, નવરાત્રી સહતિના તહેવારો શાંતિ રીતે ઉજવી શકે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાયદાની સ્થિતિ સારી રાખવાનો પોલીસ સામે પડકાર છે, હાલ તમામ શહેરોમાં મુખ્ય સમસ્યા ટ્રાફિક, સાયબર ફ્રોડ અને મહિલાઓના કેસોમાં વઘારો થઇ રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ ત્રણેય બાબતો ઉપર વધુ ધ્યાન આપવાનો પ્રયાસ કરાશે અને તેના ઉપર ભાર મુકાશે. વડોદરાને સુરિક્ષત રાખવામાં મારા નેતૃત્વમાં પોલીસ પ્રશાસન તમામ પ્રયાસો કરશે તેવીહું વડદોરા શહેરીજનોને મારી તરફથી ખાતરી આપુ છું.

બિચ્છું ગેંગનો સફાયો કરતાં શહેરીજનોએ હાશકારો લીધો હતો

૨૦૧૮-૨૦૧૯માં જયારે અનુપમસિંહ ગેહલોત વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે વડોદરા શહેરમા માથાના દુઃખાવા સમાન બિચ્છુ ગેંગનો સફાયો પણ વડોદરા શહેર પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કરતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રજાને પોલીસ ભવનના ધક્કા ખાવા નહીં પડે

પોલીસ મથકથી જ સમસ્યાનું નિરાકરણ આવે અને પ્રજાને પોલીસ ભવનના ધક્કા ખાવાનો વખત ન આવે તેવા પ્રયાસો રહેશે. વધુમાં અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક વધી રહી છે ત્યારે આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.