ભરૂચ, સિમેન્ટ, સ્ટીલ સહિતના બિલ્ડીંગ મટીરીયલમાં ટુક સમયમાં જ ધરખમ ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. સ્ટીલમાં ૪૦% તેમજ સિમેન્ટમાં ૨૫% થી વધુ એકાએક ભાવ વધારો થતાં બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઈ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્યોએ ભારે નારાજગી વ્યક્ત કરી દેશભરમાં તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. ક્રેડાઈ એસોસિએશન, ભરૂચના પ્રમુખ રોહિત ચદ્દરવાળા તેમજ બિલ્ડર કિરણ મજમુદાર, મનોજ હરિયાણી સહિતના બિલ્ડરોએ કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી. આવનાર સમયે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતારવાની ચીમકી આપી હતી.