વડોદરા : લંડનના આઈએમએ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ ઑનલાઈન કલર આર્ટ કોમ્પિટિશનમાં ચિત્રકાર શૈલેષ પટેલને પ્રથમ ક્રમનો જ્યુરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં લંડન સ્થિત આઈએમએ ફાઉન્ડેશન દ્વારા કલર આર્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જે લંડનના રાધા બિનોદ શર્મા દ્વારા ક્યુરેટર કરાયું હતું. કોમ્પિટિશનનો આશય એવો હતો કે હાલમાં કોરોનાકાળમાં દુનિયાના દરેક માનવસમાજનું જનજીવન ડાર્ક શેડમાંથી પસાર થઈ રહ્યુ છે, તો કલાકારો એ પોતાના સૌથી વધુ કલરફૂલ પેઈન્ટિંગ દ્વારા આ કોમ્પિટિરશનમાં ભાગ લઈ દુનિયાને જીવનની રંગીનતાનો અને સંગીનતાનો પણ અહેસાસ કરાવવાનો છે. આખી દુનિયામાંથી કલાકારોએ પોતાની સૌથી કલરફૂલ ચિત્રકૃતિઓ મોકલી હતી જેમાં કલાકાર શૈલેષ પટેલની આ કલરફૂલ અને બેનમૂન ચિત્રકૃતિને પ્રથમ પુરસ્કાર એનાયત થયો છે. 

આઈએમએ ફાઉન્ડેશન ઈંગ્લેન્ડમાં પણ રજિસ્ટર્ડ છે અને ભારતમાં પણ અને એના ફાઉન્ડર અને ક્યુરેટર રાધા બિનોદ શર્મા લંડનમાં રહીને પણ ભારત પ્રત્યેની અપાર લાગણીના ફળસ્વરૂપે ભારત દેશની શૈક્ષણિક અને આર્ટ કલ્ચરની મૂવેમેન્ટને પ્રમોટ કરતા રહે છે અને અવારનવાર ભારતમાં કલાવર્કશોપ અને કલાપ્રદર્શનો યોજતા રહે છે. આ કલરફૂલ કોમ્પિટિશનનો આશય એ હતો કે લગભગ એક વર્ષથી કોરોના મહામારીના કારણે દુનિયા આખીનું જનજીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આપણે કલાકારોએ પોતાના સૌથી વધુ કલરફૂલ ચિત્રો થકી માનવસમાજમાં જાગરણ લાવવું અને કલરિંગ ચિત્રો વડે ગ્રસિત માનવજીવનને રંગીનતા અને સંગીનતાની અનુભૂતિ કલાકારોએ કરાવવાનો હતો. આ અગાઉ પણ કલાકાર શૈલેષ પટેલને તેમની કલાકાર કારકિર્દીમાં પચાસેક જેટલા નેશનલ ઈન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂકયા છે અને એમના ચિત્રોને ઈન્ટરનેશનલ આર્ટ ઓક્શનો પણ રેગ્યુલર સ્થાન પ્રાપ્ત થાય છે.