યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક એમ્પલોયઝના નેજા હેઠળ બેંકોના મોટાભાગના યુનિયનોએ જાેડાઈને ૧૫ અને ૧૬ માર્ચના રોજ બે દિવસની બેન્ક હડતાળનું એલાન આપ્યું હતું. જેમાં આજે સતત બીજા દિવસે જાહેર ક્ષેત્રની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાલ જારી રહેતા બે દિવસમાં શહેરના વેપાર ઉદ્યોગનું અને સામાન્ય નાગરિકોનું અંદાજે એક હજાર કરોડનું ક્લિયરિંગ અટવાયું છે.