અંકલેશ્વર, રાષ્ટ્રીયકૃત બેન્કોની હડતાળના કારણે અંકલેશ્વરમાં કરોડો રૂપિય્‌ાના ટ્રાન્ઝેકશન પર અસર જાેવા મળી હતી. બે દિવસીય બેન્ક હડતાળના કારણે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા. જાે કે, બીજી તરફ ખાનગી બેન્કોની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેતાં લોકોએ રાહત અનુભવી હતી.રાષ્ટ્રીયકૃત બેન્કોના થતા ખાનગીકરણના મુદ્‌ ઓલ ઈન્ડિયા બેન્ક ટ્રેડ યુનિયન દ્વારા બે દિવસીય રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન આપ્યું હતું, જેના સમર્થનમાં સમગ્ર ગુજરાતમાં બેન્કના કર્મચારીઓ હડતાળમાં જાેડાયા હતા. જેમાં અંકલેશ્વરની એસબીઆઈ, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેન્ક સહિતની રાષ્ટ્રીયકૃપ બેન્કોના કર્મચારીઓ દિવસીય હડતાળમાં જાેડાતાં બેન્કો સંપૂર્ણ બંધ રહી હતી અને બેન્કોના ગેટ ઉપર હડતાળના પાટિયાં લગાવી દેવામાં આવતાં ગ્રાહકો અટવાયા હતા.બે દિવસીય બેન્ક હડતાળના પગલે અંકલેશ્વરમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન પર અસર થવા પામી હતી.