ચાણોેદ

કેવડિયા નર્મદા ડેમ માંથી પાણી છોડતા ચોમાસા પહેલા જ ચાણોદ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ.ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતા ગ્રામજનો માં કુતુહુલ સર્જાયું હતું અને ગ્રામજનો પાણી જાેવા નદી કાંઠે આવી પહોંચ્યા હતા.જાણવા મળ્યા મુજબ ઉપરવાસ માં થી નર્મદા બંધ માં ૧૩૦૦ ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે.જેના પગલે હાલ નર્મદા બંધ માં ૨૦૩૭ મિલિયન ક્યુબીક મીટર પાણી નો જથ્થો ભરેલો છે. પાણી ની સારી આવક ના પગલે તંત્ર દ્વારા હાલ રિવરબેડ પાવર હાઉસ ના બે ટર્બાઇન ચાલુ કરી દીધા છે જે ૨૪ કલાક ચલાવવા માં આવી રહ્યા છે.નર્મદા ડેમ માં થી ૩૧૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા ચાણોદ નર્મદા નદી બે કાંઠે વહેતી જાેવા મળી રહી છે જ્યારે કેવડિયા ની નજીક આવેલ ગોરા પુલ વધુ પાણી ની આવક થતા પાણી માં ગરકાવ થઈ ચૂક્યો છે.નર્મદા નદી બે કાંઠે વહેતા નજીક ના દિવસો માં ક્રુઝ બોટ ફરી શરૂ થઈ શકવાની સંભાવના દેખાઈ રહી છે.સાથે જ નર્મદા કેનાલ માં ૧૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે થી ખેડૂતો ને આગામી દિવસો માં આ પાણી ઉપયોગી સાબિત થશે તેવું લાગી રહ્યું છે.