ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ ઠાકોર ફળીયામાં સરકારી ગાઈડલાઈન મુજબ બે ફૂટથી નાની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેનું ભાવિક દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું.ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ ઠાકોર ફળીયામાં સરકારી ગાઈડલાઈન મુજબ બે ફૂટથી નાની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જોકે સ્થાપનાના પાંચમાં દિવસે ગણેશજીની મૂર્તિનું ડીજે કે ઢોલ નગારાના ઘોંઘાટથી નહિં પણ જૂજ લોકોની સંખ્યામાં આરતી ઉતારી સાદગીભરી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વહેલીતકે દૂર થાય અને લોકોનું જીવન રાબેતામુજબ શરૂ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.