ભીલોડા,અરવલ્લી,તા.૩૦ 

ભીલોડામાં સવારથી શહેર સહીત અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી ધમાકેદાર રહી હતી.ભિલોડા પંથકમાં અને આજુ બાજુ ગામડાંમા પણ સવારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતાં અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભિલોડા પંથકમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો.જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.આમ જેથી રસ્તાઓ પાણી નીકળી ગયા હતા.આમ મુશળધાર વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ખેડૂતો હવે ચોમાસુ વાવેતરના શ્રીગણેશ કરશે.સારો વરસાદ થતાં ખેતી પણ સારી રીતે થશે. સવારે વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતાં મોસમનો વરસાદ સારો વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.