ગાંધીનગર પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ બન્યું છે દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ૪૦ ટકા અને ફાર્મા એક્સપોર્ટમાં ૨૮ ટકા ગુજરાતનો છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર સમિટના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.ગુજરાતની ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ખ્યાતિને સુદ્રઢ કરનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડી યોજાઈ રહી છે, તેના પ્રિ-ઈવેન્ટ તરીકે આ હોલિસ્ટિક હેલ્થકેર સમિટનું આજે ગાંધીનગર ખાતે આયોજન કરાયું હતું.‘હોલિસ્ટિક હેલ્થકેર-ગુડ હેલ્થ એન્ડલ વેલ બિઈંગ ફોર ઓલ’ના વિચાર સાથે યોજાઈ રહેલી આ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મળેલી વૈશ્વિક ઓળખ અને પ્રસિદ્ધિની સરાહના કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનો ટેક ઑફ પોઇન્ટ બનાવી છે. ઉદ્યોગોના વિકાસ સાથે તેને અનુરૂપ માનવ સંસાધન વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, અર્બન ડેવલપમેન્ટ, હેલ્થકેર જેવા સોશિયલ સેક્ટર્સનો પણ વર્લ્ડક્લાસ વિકાસ થાય એ માટે આ વાઇબ્રન્ટ સમિટ યોગ્ય પ્લેટફોર્મ સાબિત થઈ છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓ-પ્રાઇમરી હેલ્થ ફેસિલિટીઝ મજબૂત હોય તે આવશ્યક છે. આ પ્રિ-વાઇબ્રન્ટી હેલ્થ સમિટ વડાપ્રધાનશ્રીના હેલ્થકેર ફોર ઓલને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.