લસિથ મલિંગાના વિકલ્પ તરીકે મુંબઇ ઇન્ડિયને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેમ્સ પ Pટિન્સનને શામેલ કર્યો છે. લસિથ મલિંગાએ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સને માહિતી આપી હતી કે આ વર્ષે તે વ્યક્તિગત કારણોસર દુબઇમાં રમી શકશે નહીં.  આ અઠવાડિયે,ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેમ્સ પેટિનસન અબુધાબીમાં ટીમમાં જોડાવા જઈ રહ્યા છે. ટીમના માલિક આકાશ અંબાણીએ કહ્યું છે કે, "જેમ્સ પattટિન્સન આ વર્ષે મુંબઇ માટે સારો દેખાવ કરી શકે છે અને મેચ જે પરિસ્થિતિમાં રમાશે તેની ભૂમિકા નિભાવી શકે છે."

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020માંથી ખેલાડીઓ બહાર થવાનો સિલસિલો યથાવત છે. ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી સુરેશ રૈના IPL 2020માંથી બહાર થયા બાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બોલર કેન રિચર્ડસન, IPLની આ સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. હવે એવી ખબર મળી રહી છે કે મુંબઈ ઈન્ડિયન્સનો દિગ્ગજ બોલર લસિથ મલિંગા પણ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. લસિથ મલિંગાએ પર્સનલ કારણોસર IPLમાંથી પોતાનું નામ લઈ લીધું છે. લસિથ મલિંગાએ મુંબઈ ઈન્ડિયન્સને જણાવ્યું હતું કે તે ખાનગી કારણોસર પરિવાર સાથે શ્રીલંકામાં જ રહેવા માંગે છે. બુધવારે મુંબઈ ઇન્ડિયન્સે મલિંગા IPL, 2020માં ન રમવાની જાહેરાત કરી હતી.

લસિથ મલિંગા ન આવવાથી મુંબઈ ઇન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે પરંતુ ફ્રેન્ચાઈઝીએ ઓસ્ટ્રેલિયાના ટેલેન્ટેડ ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનને ટીમમાં અવસર આપ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યું હતું કે, જેમ્સ પેટિન્સન અમારા માટે યોગ્ય ખેલાડી રહેશે. એ અમારી ફાસ્ટ બોલિંગને વધુ મજબૂત કરશે. લસિથ મલિંગા મુંબઈ ઇન્ડિયન્સની તાકાત છે. તેમાં કોઈ શંકા નથી કે મુંબઈ ઇન્ડિયન્સને લસિથ મલિંગાની ખોટ વર્તાશે. આપણે તેની વાત સમજીએ છીએ કે તેના આ અવસર પર પોતાના પરિવાર સાથે રહેવું જરૂરી છે. 

તમને જણાવી દઈએ કે લસિથ મલિંગાનો IPLમાં શાનદાર રેકોર્ડ છે. લસિથ મલિંગા IPLમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે. શ્રીલંકાના આ દિગ્ગજ ફાસ્ટ બોલરે વર્ષ 2009માં IPL ડેબ્યુ કર્યું હતું. IPLમાં તેણે 122 મેચોમાં 170 વિકેટો પોતાના નામે કરી છે. તેની ઈકોનોમી રેટ 7.14 છે. વર્ષ 2019માં મલિંગાએ છેલ્લી ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સને એક રનથી રોમાંચક મેચ જીતાડી હતી. 

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લી ઓવરમાં 9 રન બચાવવાના હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ફાઈનલમાં મુંબઈ ઇન્ડિયન્સે 6 બોલોમાં માત્ર 7 રન જ ખર્ચ કર્યા હતા. મલિંગાની આ ઓવરના કારણે જ મુંબઈ ઈન્ડિયન્સ ચોથીવાર IPL ચેમ્પિયન બની હતી. જેમ્સ પેટિન્સનની વાત કરીએ તો તે ખૂબ જ ફાસ્ટ બોલિંગ કરે છે. ડાબા હાથનો આ ફાસ્ટ બોલર ઘણીવાર ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી ચૂક્યો છે. જેમાં વિરાટ કોહલી પણ સામેલ છે. પેટિન્સનના કરિયરની વાત કરીએ તો તેણે માત્ર 39 ટી20 મેચ રમી છે. જેમાં તેણે 47 વિકેટો મેળવી છે. તેની ઈકોનોમી રેટ 8.25 છે. પેટિન્સનની લાઈન અને લેગ્થ શાનદાર છે પરંતુ તેની સમસ્યા ફિટનેસને લઈને છે. પેટિન્સન કમરના દૂ:ખાવાના કારણે ઘણા સમય સુધી ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બહાર રહ્યો હતો.