અમદાવાદ-

અમદાવાદ એરપોર્ટ પર આજે વધુ એક બર્ડ હિટની ઘટના બની હતી. અમદાવાદ એરપોર્ટથી સવારના સમયે ઇંડિગો ફ્લાઇટ 220 જેટલા પેસેન્જરો સાથે ઉડાન ભરી હતી. ટેક ઓફ્ થતાં ની સાથે જ અચાનક ફ્લાઇટ સાથે પક્ષી અથડાતાં ધડાકાભેર અવાજ આવ્યો હતો. અવાજ આવતા જ પાયલોટને જાણ થઈ હતી કે બર્ડહિટની ઘટના બની છે. પાયલોટએ ફ્લાઇટની સ્પીડ ઓછી કરી અને ફલાઈટને લેન્ડ કરી હતી. આ ફ્લાઇટમાં 220 જેટલા પેસેંજર હતા જેમના જીવ તાળવે ચોટી ગયા હતા. ક્વીક રિસ્પોન્સ ટીમે તાત્કાલિક ફલાઈટને ચકાસતા એન્જિનની બ્લેડ તૂટી ગઈ હતી.

ઘટના બનતા એરપોર્ટ ઓથોરિટીએ બીજી એરલાઇન્સની ફ્લાઇટ ગોઢવી અને 12 વાગ્યા પછી આ ફ્લાઇટ બેંગાલુરુ રવાના કરવામાં આવી હતી. અને ગો એરની ફ્લાઇટના એન્જિનની બ્લેડ તૂટી ગઈ હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળ્યો હતો. નુકશાન વધારે હોવાથી ફલાઈટને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવી હતી. આ ઘટના બનતા પેસેન્જરોના આબાદ બચાવ થયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવી ઘટના અનેક વખત બનતી રહે છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ મામલે કામ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ બર્ડહિટની ઘટના બનતી રોકાઈ નથી રહી. અગાઉ પણ બેંગલોરથી આવતી ફ્લાઇટ સાથે આ બર્ડ હિટની ઘટના બની હતી.