રાજપીપળા

મહદઅંશે એવું બનતું હોય છે કે સતાધારી પાર્ટીના સંકલનમાં રહી જે તે અધિકારી કામ કરતા હોય છે, અધિકારીઓ સત્તાધારી પાર્ટીના કહ્યાગરા બની જતા હોય છે.પણ નર્મદા જિલ્લાના રાજપીપળામાં એનાથી વિપરીત ઘટના બની છે.નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીને લીધે હાલ આચાર સંહિતાનો અમલ થાય એ માટે નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારી કે.ડી. ભગતે રાજપીપળા શહેરની સરકારી મિલકત પર લાગેલા ભાજપના બેનરો ઉતારી ઉત્તમ અને કડક અધિકારી તરીકેની છાપ

ઉભી કરી છે.રાજપીપળામાં ૨૧/૦૨/૨૦૨૧ ના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલી અને જાહેરસભાના કાર્યક્રમનું આયોજન કર્યું છે.જેથી જિલ્લા ભાજપના નેતાઓએ રાજપીપળામાં સી.આર.પાટીલનું સ્વાગત કરતા વિવિધ બેનરો અને બોર્ડ લગાવ્યા છે