દાહોદ, ચૂંટણીના ઉમેદવારો જાહેર થતાં જ ઘણી જગ્યાએ નારાજગી જાેવા મળી રહી છે. દાહોદ નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી પરમ દિવસે રાતે જાહેર થતાં જ કેટલાક યુવા કાર્યકર્તાઓ નારાજ થયા હતા. દાહોદના નાના ડબગર વાસમાં રહેતા અને ડબગર સમાજના ભાજપના યુવા કાર્યકર્તાઓએ ભાજપ સામે જ અપક્ષ ઉમેદવારી નોંધ આવવાની તૈયારીઓ દર્શાવી છે અને સાથે જ ભાજપના ઉમેદવારને નાના તથા મોટા ડબગર વાસમાં પ્રવેશ બંધીના બેનર લગાવાયા છે. ભાજપે પાલિકાના ૯ વોર્ડના ૩૬ ઉમેદવારોના નામની યાદી પરમ દિવસે રાતે જાહેર કરી હતી. જેમાં નવા ચહેરાઓને પક્ષની ટિકિટ અપાતા અને જૂના કાર્યકરોની અવગણના કરતા જૂના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠયો છે. અને દાહોદના નાના તથા મોટા ડબગર વાસમાં ભાજપના ઉમેદવારને પ્રવેશબંધી કર્યાના મતલબની જાહેરાત કરતા બેનર લગાવી ભાજપનો કાર્યશૈલીનો ખુલ્લો ખુલ્લો વિરોધ કર્યો છે.