આણંદ, તા.૨૪  

દેશમાં કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદની ૪ ગુજરાત ગર્લ્‌સ બટાલિયન એનસીસીના કમાન્ડિંગ અધિકારી કર્નલ રાજેશ યાદવનાં માર્ગદર્શન અને પ્રેરણાથી આણંદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખાનાં સંયુક્ત ઉપક્રમે સરદાર ભવન બ્લડ બેંકમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના વાઇરસના સંક્રમણ જેવી કપરી પરિસ્થિતિમાં પણ ઉત્સાહભેર ભાગ લઈ બટાલિયનનાં એસોસિયેટ એનસીસી  ઓફિસર લેફ. સવિતા યાદવ, ગર્લ્‌સ કેડેટ ઈન્સ્ટ્રકટર પૂનમ મેહતા અને ગર્લ્‌સ કેડેટોએ મળીને લગભગ ૧૦ લોકોએ સામાજિક અંતર જાળવી રક્તદાન કરીને સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કર્નલ રાજેશ યાદવનાં નેતૃત્વમાં સુબેદાર મેજર સખારામ, સુબેદાર ટી.બી. યાદવ, સિનિયર જી.સી. આઈ પન્ના જાેષી,  એએનઓ થર્ડ ઓફિસર રેખા મકવાણા, લેફ. સવિતા યાદવ, સીજેસીઆઈ પૂનમ મહેતા સહિત સમગ્ર સ્ટાફે સુચારુંં સંચાલન કર્યું હતું.