શહેર દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજની સભા મળી 

શહેરના તરસાલી વિસ્તારમાં શહેર દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજની સામાન્ય સભા મળી હતી. તેમાં આગામી કાર્યક્રમોની રુપરેખાની ચર્ચા કરવામાં આવી હતી.

ઘુંટણ - થાપાના દુઃખાવા માટેનો આજે નિઃશુલ્ક કેમ્પ

શહેરના પોલોક્લબ પાસેના કુંજ પ્લાઝા સી ટાવરમાં વિઠ્ઠલાણી ફિઝીયોથેરાપી સેન્ટરમાં તા.૧૬ અને ૧૭ના રોજસવારે ૮.૩૦ થી ૧૨.૩૦ અને સાંજે ૪ થી ૭.૩૦ સુઘી ઘુંટણ – થાપાના દુઃખાવા માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો છે.

સાવન કૃપાલ રૂહાની મિશનમાં સત્સંગ કાર્યક્રમ

સાવન કૃપાલ રૂહાની મિશનના સંત રાજીંદરસિંહજી મહારાજની ૯૯ મી જન્મ જયંતિ નિમિત્તે આધ્યાત્મિકતાનો વૈશ્વિકસંદેશ આપવામાં આવ્યો હતો.સાથે ભજન ત્સંગનું આયોજન થયું હતું.

શહેરમાં બે સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ક્રાઇમ બ્રાંચ અને પી.સી.બી.એ બે જુદાજુદા જગ્યાના દરોડામાં હજારો રૂપિયાનો વિદેશી દારૂ ઝપડી પાડ્યો હતો. પહેલા બનાવમાં ક્રાઇમબ્રાંંચે બાપોદ વિસ્તારમાં રહેતા શુસીલછતાલીને ઘરે દરોડો પાડી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નં.૧૨ કિંમત ૨૨ હજાર તથા રીક્ષા મળી કુલ ૮૦ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજા બનાવમાં પી.સી.બી.એ હાથીપોળ ખાતે સુવિધી એપાર્ટમેન્ટના ભોયતળીયાની ઓરડીમાંથી ઇગ્લીશદારૂની પેટી નંગ ચાર કિંમત ૨૪ હજાર કબજે કરી કલ્પેશ બ્રહ્મભટ્ટને ફરાર જાહેર કર્યો હતો.

વાઘોડિયા રોડ પર અછોડો તૂટ્યો

પ્રભાત સોસાયટી સુક્લાનગર ખાતે રહેતા ડો. અર્પિતા શાહ એક્ટિવા પર સવાર થઇ સૂર્યનગરથી પાણીગેટ તરફ આવી રહ્યા હતા એ સમયે ચાલુ બાઇકે ધસી આવેલા બે ગઠિયાઓએ તબીબે પહેરેલી સોનાની ચેન જેની કિંમત ૩૫ હજાર જેવી થાય છે એ આંચકીને ફરાર થતાં પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગઠિયાઓને ઝડપી પાડવાની કાર્યાવાહી હાથ ધરી છે.

સયાજી હોસ્પિ.માં આગના બનાવ બાદ મોકડ્રીલ

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના આઇ.સી.યુ. વોર્ડમાં તાજેતરમાં બનેલા આગના બનાવ બાદ આજે ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરના ત્રીજા માળે આગ લાગ્યાના બનાવના કોલ સાથે આગના બનાવની મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ સાવચેતી તથા તકેદારી તેમજ સજાગતાના ભાગરૂપે ગોત્રી હોસ્પિટલના વહિવટી તંત્ર તથા ફાયર બ્રિગેડના તંત્રની સંયુક્તમાં આગની મોકડ્રીલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું ગોત્રી હોસ્પિટલના કોવિડ - ૧૯ના નોડલ અધિકારી ડો.શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.

તાંદલજાના સંજરી પાર્કમાંથી કેમેલીઓન કાચિંડો રેસ્કયુ

આજરોજ સવારે તાંદલજા થી સંજરી પાર્ક મા રહેનાર અલી ભાઈ એ એનિમલ રેસ્ક્યુ વડોદરા ના હેઅલ્પ લાઈન નંબર પર કોલ કર્યો કે અમારા ઘરે કઈ અલગ અજ કાચિંડા જેવું દેખાય છે કોલ મળતાની સાથે સંસ્થા ના રેસ્ક્યુઅર ઘટના સ્થળે પહોંચીને જોતા ત્યાં કેમેલીઓન કાચિંડા નોજ એક પ્રકાર છે તે જોવા મળતા સંસ્થાના રેસ્ક્યુઅરજ તેને સુરક્ષિત રેસ્ક્યુ કરી વનવિભાગ ને સોંપવામાં આવ્યું હતું.

માણેજામાં વૃદ્ધાનો ગળાફાંસો

માણેજા સિમેન્ટ કંપની પાછળ આવેલ વુડાના મકાનમાં જૈતુનબીબી નવાબશેરખાન પઠાણ ઉ.૬૫ એકલા જ રહેતા હતાં. તેણી પોતાના જીવન નિર્વાહ માટે મકરપુરા પાસે આવેલ એક હોટલમાં મજુરી કામની નોકરી કરતી હતી પરંતુ લોકડાઉન દરમિયાન તેમની નોકરી છુટી ગઇ હતી તેથી વૃદ્ધા આર્થિક મુશ્કેલી પડતી હોવાથી ગળાફાંસો ખાધો હતો.