રાજપીપળા, ગુજરાતના ઉદ્યોગોને વધુ વેગ મળે તે માટે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૦૦ જેટલા ઉદ્યોગકારોની એક ચિંતર શિબિર યોજાઈ હતી. વડાપ્રધાન મોદીએ દેશનો જીડીપી ૨૦૩૦ સુધીમાં ૧૦ ટ્રિલિયન ડોલર લઈ જવા લક્ષ્યાંક આપ્યો છે, બેઠકમાં તમામ ઉદ્યોગકારોએ ગુજરાતના ઔદ્યોગિક એકમો દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧.૫ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને લઈ જવા નેમ લીધી હતી.આ બેેઠકમાં પ્રમુખ પ્રકાશ વરમોરા, ખજાનચી ભાવિન તનેજા, સચિવ અજિત શાહ, ડ્ઢસ્ ય્ૈંડ્ઢઝ્ર રાજેશ પાઠક, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ચેરમેન બળવંતસિંહ રાજપૂત, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વરર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. 

  પ્રમુખ પ્રકાશ વરમોરાએ જણાવ્યું કે ગુજરાતના ઉદ્યોગોના વિકાસ થકી જ દેશનો જીડીપી ૨૦૩૦ સુધીમાં ૧૦ ટ્રિલિયન ડોલર લઈ જઈ શકાશે.ગુજરાતમાં અંદાજે ૪.૫ લાખથી વધુ નાના-મધ્યમ અને મોટી કક્ષાના એકમો આવેલા છે. ગુજરાતના જીડીપીમાં ઔદ્યોગિક સેક્ટરનું યોગદાન ૪૪ ટકાથી વધુ રહ્યું છે.જીડીપી લક્ષ્યાંકમાં ગુજરાતનો નાનામાં નાનો વ્યક્તિ સમૃદ્ધ બને, દેશના વિકાસમાં લોકલ કંપનીઓ ભાગીદાર બને એટલે આ ચિંતન શિબીરનું આયોજન કર્યું હતું.કોરોના કાળમાં એન્ટી ચાઈના વાતાવરણ ઉભું થયું છે એનો ઘણો લાભ મળ્યો છે.સીરામીક ઉદ્યોગમાં ચાઈના કરતા ભારતને પ્રાથમિકતા અપાય છે.