રાજકોટ-

સાતમ-આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે. બીજીતરફ ખાદ્યતેલના વધતા ભાવથી ગૃહિણીઓ ચિંતિત છે.ત્યારે રાજ્ય સરકારના પુરવઠા પ્રધાને તહેવારો પર ગરીબોને સસ્તા ભાવે તેલ આપવામાં આવે છે. તેલના ભાવ આંતર રાષ્ટ્રીય બજાર પર આધારિત હોય છે. અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યુ કે,ગરીબોને સસ્તું તેલ મળે તે માટે સરકારના પ્રયાસો ચાલુ છે. ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવે છે. આ સાથે જ સતત ખાદ્ય તેલના વધતા ભાવ પર પણ જયેશ રાદડિયાએ કહ્યું કે , સંગ્રહખોરો સામે સરકાર કડક પગલા ભરશે.સંગ્રહખોરી કરનારા તેલિયા રાજાઓ પર વિજિલન્સના દરોડા પાડવામાં આવશે.

ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ થતી રહી છે ત્યારે આજે ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટમાં સિંગતેલ કરતાંય કપાસિયા તેલ રૂ?.૧૦ ઉંચા ભાવે સોદા થયા હતા. વેપારી સૂત્રોએ જણાવ્યું કે કેટલીક મિલોનું સિંગતેલ કપાસિયા કરતા પણ ઓછા ભાવે મળે છે.એક સમયે સિંગતેલના ભાવ ઉંચા હોય કરકસર માટે લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર સર્જાતા ભારે વિમાસણ સર્જાઈ છે. રાજકોટમાં આજે ૧૫ કિલો સિંગતેલ નવા ડબ્બાના રૂ?.૨૪૩૫થી મહત્તમ રૂ?.૨૪૮૫ના ભાવે સોદા થયા હતા. ગઈકાલે તેના ભાવ આટલા જ રહ્યા હતા.